________________
ગાથા-૨૭-૨૮ ૧ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૫૭ ?
દીક્ષાથની ગ્રતા-અયોગ્યતાને નિર્ણય:
बाहिं तु पुष्फपाए, विषडणच उसरणसुमणमाईणि । काराविज्जइ एसो, वारतिगमुवरि पडिसेहो ॥२७॥
પુષ્પ સમવસરણની બહાર પડે તે શંકા આદિ અતિચારોની આલોચના, અરિહંતાદિ ચારના શરણને સ્વીકાર વગેરે વિધિ કરાવવો. પછી ફરી પૂર્વની જેમ પુષપાતને વિધિ કરાવવું. તેમાં જે સમવસરણમાં પુપ પડે તે દીક્ષાને યોગ્ય છે એવો નિર્ણય થવાથી દીક્ષા આપવી. જે સમવસરણની બહાર પડે તે ફરી પૂર્વની જેમ શંકાદિ અતિચારોની આલોચના વગેરે વિધિ કરાવવું. પછી ત્રીજી વાર પૂર્વોક્ત મુજબ જ પુ૫ પાત કરાવવો. તેમાં જે સમવસરણમાં પડે તો દીક્ષા આપવી અને સમવસરણની બહાર પડે તે દીક્ષા માટે અયોગ્ય હેવાનો નિર્ણય થવાથી દીક્ષા ન આપવી. તને પછી દીક્ષા આપીશું વગેરે કેમલ વચનેથી દીક્ષાને પ્રતિષેધ કરે. (૨૭) દીક્ષા માટે યોગ્યતાને નિર્ણય થયા પછી ગુરુએ કરવાને વિધિ–
परिसुद्धस्स उ तह पुष्फपायजोगेण दंसणं पच्छा। ठितिसाहणमुवबृहण, हरिसाइपलोयणं चेव ॥२८॥
સમવસરણમાં પુપ પડવાથી દીક્ષા માટે જેની યેગ્યતા નિશ્ચિત થઈ છે તે જીવને સમ્યગ્દર્શનનું આરોપણ કરવું. સમ્યગ્દર્શનનું આપણુ એ જ જિનદીક્ષા છે.
આવશ્યક ચૂર્ણિ પ્રમાણે સમ્યક્ત્વ આપણ વિધિ આ પ્રમાણે છે– સર્વવિરતિ આરોપણના વિધિ પ્રમાણે ચિત્યવંદનાદિ વિધિ કરીને ગુરુએ નીચેને પાઠ બોલ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org