________________
: ૧૩૮ :
૨ જિનદીક્ષાવિધિ—પંચાશક
ગાથા-૧
ક
સંસારવિયોગના કારણે ચારિત્રના પરિણામવાળો (આ ભવમાં કે પરભવમાં) થાય છે.
મૂળગાથામાં રહેલ વિરહ શબ્દ વેતાંબર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજની રચનાનું નિશાન છે. અર્થાત્ આચાર્યશ્રી હરિભદ્રસૂરિમહારાજે સ્વરચિત દરેક ગ્રંથોમાં વિરહ’ શબ્દને પ્રગ કર્યો હોવાથી જે જે ગ્રંથમાં ‘વિરહ શબ્દ પ્રયોગ હેય તે તે ગ્રંથ આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચેલે છે એ સિદ્ધ થાય છે. (૫૦)
જિનદીક્ષાવિધિ પંચાશક શ્રાવકધર્મને સ્વીકારનાર જિનદીક્ષાનો સ્વીકાર કરે છે, આથી હવે જિનદીક્ષા વિધિ કહેવા મંગલ તથા અભિધેય વગેરેને નિર્દેશ કરે છે. णमिऊण महावीरं, जिणदिक्वाए विहिं पवक्खामि । वयणाउ णिउणणयजुयं, भव्य हियट्ठाय लेसेण ॥ १ ॥
ભગવાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને ભવ્ય જના હિત માટે જિનવચનના અનુસાર જિનદીક્ષાની સૂકમમર્યાદાગર્ભિત વિધિ સંક્ષેપથી કહીશ.
(અહીં દેશવિરતિ કે સર્વવિરતિરૂપ દીક્ષા નહીં, પણ સમ્યક્ત્વરૂપ દીક્ષા સમજવી. સમ્યક્ત્વને સ્વીકાર એ પણ એક પ્રકારની દીક્ષા છે. સમ્યક્ત્વના સ્વીકારમાં જિનેશ્વર ભગવાનને સમર્પિત બનવાનું હોવાથી સમ્યક્ત્વ એ જિનદીક્ષા છે.) જે દીક્ષામાં જિનને-અરિહંતને દેવ તરીકે સ્વીકારવામાં આવે તે જિનદીક્ષા, (૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org