________________
: ૧૩૦ = ૧ શ્રાવકધમ પંચાશક ગાથા-૪૭-૪૮-૪૯
સ્ત્રીનું શરીર વય–લેહીથી ઉત્પન્ન થયેલું છે, તેનાં નવ છિદ્રોમાંથી મલિન પદાર્થો બહાર નીકળ્યા કરે છે, મલથી અપવિત્ર છે, કેવળ હાડકાંઓની સાંકળ (સમૂહ) રૂપ છે.”
૩. અબ્રહ્મનો ત્યાગ કરનારાઓ ઉપર આંતરિક પ્રેમ રાખ. જેમકે –
धन्यास्ते वन्दनीयास्ते, तैस्त्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी, काममल्लो निपातितः ॥
જેમણે ત્રણ ભુવનને દુઃખી કરનાર આ કામ રૂપી મલ્લને હરાવી દીધા છે તેઓ ધન્ય છે ! વંદનીય છે ! તેમનાથી ત્રિભુવન પવિત્ર બન્યું છે !” (૪૬).
નિદ્રામાંથી જાગી જતાં કરવાની વિચારણાसुत्तविउद्धस्स पुणो, सुहमपयत्थेसु चित्तविण्णासो। भवठिइनिरूवणे वा, अहिगरणोवसमचित्ते वा ॥४७॥ आउयपरिहाणीए, असमंजसचेट्टियाण व विवागे । खणलाभदीवणाए, धम्मगुणेसु च विविहेसु ॥४८॥ बाहगदोसविवक्खे, धम्मायरिए य उज्जयविहारे । एमाइचित्तणासो, संवेगरसायणं देइ ॥ ४९ ।।
(૧) (રાત્રિ વધુ બાકી હોય ત્યારે) નિદ્રામાંથી જાગી ગયેલા શ્રાવકે કર્મ, આત્મા વગેરે સૂક્ષમ પદાર્થોની વિચારણું કરવી જોઈએ.
(૨) સંસારનું સ્વરૂપ વિચારવું. જેમકે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org