________________
ગાથા-૪૫
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૧૧૭ :
તે તેથી વધારે સમય સુધી પણ રહેવાની અનુજ્ઞા છે.૪ (૭૩)”
(૧૭) પછી સાંજે જિનપૂજા કરવી. .
(૧૮) પછી જિનમૂર્તિ સમક્ષ ચિત્યવંદન આદિ કરવું. આદિશબ્દથી તે સમયે જિનમંદિર સંબંધી જે કાર્ય કરવાની જરૂર હોય તે કાર્ય કરવાનું સૂચન કર્યું છે.
અથવા ઘr પદને અર્થ આ પ્રમાણે છે – સાધુઓના નિવાસે જઈને સાધુસંબંધી વંદન વગેરે કાર્ય કરવું. તથા ભૂમિકા પ્રમાણે છે આવશ્યક રૂપ પ્રતિક્રમણ કરવું.
પ્રશ્ન:-શ્રાવકને આવશ્યક (-પ્રતિક્રમણ) કરવું યોગ્ય નથી. કારણ કે આગમમાં શ્રાવકને વ્રતાદિ કરવાનું કહ્યું છે, પણ પ્રતિક્રમણ કરવાનું કહ્યું નથી. ઉપાસકદશાંગ વગેરે મૂળ આગમમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવા સંબંધી ઉપદેશ નથી. શ્રાવકે પ્રતિક્રમણ કરવું જોઈએ એવું સૂચિત થાય તેવું કઈ વચન પણ નથી. ઉપાસકદશાંગ વગેરેના સાર રૂપ શ્રાવકપ્રજ્ઞપ્તિ આદિમાં પણ શ્રાવકને પ્રતિક્રમણ કરવા સંબંધી ઉપદેશ વગેરે કંઈ જ નથી. અહીં પણ શ્રાવકની દિનચર્યા જણાવતાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે (૪૨ મી ગાથામાં જિયંગમોઃ શ્રાવકે ચિત્યવંદન કરવું એટલું જ કહ્યું છે. તથા
समणेण सावएण य, अवस्स कायव्वं हवइ जम्हा। अंतो अहोनिसिस्स य, तम्हा आवस्सयं नाम । * શ્રાદ્ધદિ. ૧૪૬ થી ૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org