________________
: ૧૧૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૪૫ કેને અતિશય આગ્રહ હોવા છતાં ત્યાં વ્યાખ્યાન ન કરે તે શ્રાવકોની શ્રદ્ધાને ભંગ થાય.”
અહીં જિનમંદિરે જઈને આગમ સાંભળવાનું કહ્યું હોવાથી સાધુઓ જિનમંદિરમાં જ રહે એવો નિર્ણય કરે નહિ. કારણ કે વ્યવહાર ભાષ્ય (નવમા ઉદ્દેશા)માં આ પ્રમાણે ઉલ્લેખ છે –
जइ वि न आहाकम्म, भत्तिकयं तहवि वज्जयंतेहिं । भत्ती खलु होइ कया, इहरा आसायणा परमा ॥७०।। दुभिगंध परिस्सावी, तणुरप्पेस हाणिया । दुहा वायुवहो चेव, तेण ठंति न चेइए ॥७२।। तिणि वा कढई, जाव, थुइओ तिसिलोइआ । ताव तत्थ अणुन्नायं, कारणेण परेण वि ॥७३॥
“જે કે જિનમંદિર આધાકર્મી નથી (-સાધુઓ માટે બનાવેલું નથી), જિનની ભક્તિ કરવા બનાવેલું છે, તે પણ તેમાં ન રહેવાથી જિનની ભક્તિ કરી ગણાય છે, અને તેમાં રહેવાથી જિનની મોટી આશાતના થાય છે. (૭૦) નાન કરવા છતાં આ શરીરમાંથી દુર્ગધી પસીને નીકળ્યા કરે છે, શ્વાસોશ્વાસ અને અપાનવાયુ એમ બે રીતે વાયુને સંચાર થયા કરે છે, આથી સાધુઓ જિનમંદિરમાં રહેતા નથી. (૭૨) સાધુઓને મુખ્યતયા દેવવંદનમાં શ્રતસ્તવ ( પુક્રખરવરદીવઢ) પછી ત્રણ કલાક પ્રમાણ ત્રણ સ્તુતિઓ કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. કારણ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org