________________
: ૧૦૨ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૩૩
एत्थं पुण अइयारा, णो परिसुद्धेसु होति सव्वेसु । अखंडविरइभावा, वज्जइ सव्वत्थ तो भणियं ॥३३॥
દેશવિરતિના અખંડ પરિણામથી વ્રત નિર્મલ હોવાથી બતેમાં અતિચારે થતા નથી. આથી અતિચારના વર્ણનમાં બધે “ત્યાગ કરે છે” એમ કહ્યું છે. અર્થાત્ જ્યારે તે સ્વીકારે છે ત્યારે દેશવિરતિ પરિણામના પ્રતિબંધક કર્મોને ઉદય ન હોવાથી દેશવિરતિના તાત્વિક પરિણામ હોય છે. આથી તે જીવ સ્વેચ્છાથી જ અતિચારોમાં પ્રવૃત્તિ કરતા નથી. એ જણાવવા અહીં “અતિચારોનો ત્યાગ કરે છે.” એમ કહ્યું છે. ઉક્ત કારણથી અતિચારોને સંભવ જ ન હેવાથી પ્રાણવધ આદિની જેમ તેમનું પ્રત્યાખ્યાન કરવાની જરૂર હોતી નથી. આથી અહી અતિચારોની દરેક ગાથામાં “શ્રાવક અતિચારોનું પ્રત્યાખ્યાન કરે છે.” એમ ન કહેતાં શ્રાવક અતિચારને ત્યાગ કરે છે.” એમ કહ્યું છે.
[પ્રશ્ન – જે અતિચારોને સંભવ જ ન હોય તે તેનું શાસ્ત્ર માં પ્રાયશ્ચિત્ત કેમ જણાવ્યું છે?
ઉત્તર:- દેશવિરતિનો સ્વીકાર કરે છે ત્યારે દેશવિરતિના પરિણામ અખંડિત હોય છે. પણ પાછળથી સંગ આદિના કારણે કોઈ જીવના પરિણામ ખંડિત બની જાય, અને એથી અતિચાર લાગે. અહીં અતિચારોને સંભવ નથી એમ જે કહ્યું છે તે દેશવિરતિના સ્વીકાર આદિ સમયે વિદ્યમાન અખંડિત પરિણામની અપેક્ષાએ કહ્યું છે. J (૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org