________________
ગાથા-૩૧
૧ શ્રાવકધમ–પંચાશક
:
૯ :
અહીં વૃદ્ધોએ કહેલી સામાચારી આ પ્રમાણે છે – શ્રાવકે પૌષધના પારણે અવશ્ય સાધુઓને દાન દઈને પારણું કરવું જોઈએ. તે સિવાય (પૌષધના પારણુ સિવાય) નિયમ નથી. અર્થાત પૌષધના પારણા સિવાય સાધુઓને વહેરાવીને પ્રત્યાખ્યાન પારે કે પ્રત્યાખ્યાન પાર્યા પછી વહોરાવે. આથી પૌષધના પારણે સાધુઓને દાન આપીને જ પારણુ કરવું જોઈએ.
તેનો વિધિ એ છે કે જે તે દેશ-કાળ હોય તો પિતાના શરીરને સુંદર વસ્ત્ર, અલંકાર આદિથી વિભૂષિત બનાવીને સાધુના ઉપાશ્રયે જઈને ભિક્ષા લેવા માટે પધાર” એમ નિમંત્રણ કરે. આ વખતે સાધુ માટે એ વિધિ છે કે એક સાધુ પડલાનું પડિલેહણ કરે, એક સાધુ મુહપત્તિનું પડિલેહણ કરે, એક સાધુ પાત્રાનું પડિલેહણ કરે. જેથી જલદી જઈ શકાય. જે જલદી ન જાય તે શ્રાવકને ખાવામાં મોડું થવાથી અંતરાય થાય. અથવા સાધુઓ પછી આવશે એમ વિચારીને વહોરાવવા કોઈ વસ્તુ રાખે તે સ્થાપના દેષ લાગે. શ્રાવક પહેલી પિરિસીમાં આમંત્રણ કરે તે જે નવકારશીના પ્રત્યાખ્યાનવાળો કોઈ સાધુ વાપરનાર હોય તે વહેરવા જાય, જે કઈ વાપરનાર ન હોય તો ન જાય-ગૃહ- * સ્થને ના પાડે. પણ જે શ્રાવક ઘણે આગ્રહ કરે તે વહેરવા જાય અને રાખી મૂકે. પછી માત્રા પહિલેહણ કરવાની પિરિસી વખતે જે પ્રત્યાખ્યાન પારે તેને આપે, અથવા બીજા કેઈ સાધુને પારણું હોય તો તેને આપે.
વહેરવા જવાનો વિધિ એ છે કે શ્રાવક સાથે બે સાધુઓ જાય. (એકલા જવામાં અનેક દેને સંભવ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org