________________
ગાથા-૨૯ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૯૩ : નિયમ સામાયિક કરે, જે ન કરે તો તેના ફળથી વંચિત રહે.
પૌષધ જિનમંદિરમાં, સાધુ પાસે ઘરમાં કે પૌષધશાલામાં કરે. પૌષધમાં મણિ, સુવર્ણ, આદિના અલંકાર, ફૂલની માળા, તેલમર્દન, વિલેપન, શસ્ત્ર વગેરેને ત્યાગ કરે જોઈએ. પૌષધ લીધા પછી સૂત્ર વગેરેને પાઠ કરે, પુસ્તક વાંચે, અથવા હું સાધુના ગુણેને ધારણ કરવા અસમર્થ છું, આથી મંદભાગી છું વગેરે શુભ ભાવના ભાવવા રૂપ ધર્મ ધ્યાન કરે.
આહાર, શરીરસત્કાર અને બ્રહ્મચર્ય એ ત્રણ પૌષધની જેમ અવ્યાપાર પૌષધ અન્નત્થણાભોગેણું વગેરે આગારે રાખીને લે તો તેની સાથે સામાયિક લેવું સાર્થક છે. કારણ કે પૌષધનું પ્રત્યાખ્યાન (આગારસહિત અને દ્વિવિધ-વિવિધ પ્રતિજ્ઞા રહિત હોવાથી) સ્થૂલ છે. સામાયિકનું પ્રત્યાખ્યાન (આગાર રહિત અને દ્વિવિધ-ત્રિવિધ પ્રતિજ્ઞા સહિત હેવાથી) સુમ છે. અવ્યાપાર પૌષધવાળાએ સાવઘવ્યાપાર કરવાના હેતા નથી. આથી તે સામાયિક ન લે તો તેને લાભથી વંચિત રહે છે. હા, જે સામાયિકની જેમ દ્વિવિધ-ત્રિવિધે પૌષધને સ્વીકાર કર્યો હોય તો સામાયિકનું ફળ પૌષધથી જ મળી જતું હોવાથી સામાયિક વિશેષ ફળવાળું બનતું નથી. પણ જે મેં પૌષધ અને સામાયિક એમ બે વતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org