________________
: ૯૨ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૨૯
આહારનો ત્યાગ તે આહારપૌષધ. તેના દેશથી અને સવથી એમ બે ભેદ છેઅમુક વિગઈને કે બધી વિગઈઓને ત્યાગ, આયંબિલ, એકાસણું, બિયાસણું, તિવિહાર ઉપવાસ વગેરે દેશથી આહાર પૌષધ છે. દિવસ-રાત સુધી ચારે પ્રકારના આહારને ત્યાગ તે સર્વથી પૌષધ છે. સ્નાન કરવું, તેલ ચાળવું, મેંદી વગેરે લગાડવું, ચંદન આદિનું વિલેપન કરવું, મસ્તકમાં પુપ નાખવાં, અત્તર આદિ સુગંધી પદાર્થો લગાડવા, સુંદર કિંમતી રંગીન વસ્ત્ર પહેરવાં, આભૂષણે પહેરવાં વગેરે શરીરસત્કાર છે. શરીરસત્કારનો ત્યાગ તે શરીરસત્કારપૌષધ. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. કોઈ અમુક શરીરસત્કારનો ત્યાગ તે દેશથી શરીરસત્કાર પૌષધ છે. સર્વ પ્રકારના શરીરસત્કારને ત્યાગ તે સર્વથી શરીરસત્કાર પૌષધ છે. મિથુનનો ત્યાગ તે બ્રહ્મચર્ય પૌષધ. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. દિવસે કે રાત્રે મિથુનને ત્યાગ, અથવા એક કે બે વખતથી વધારે મથુનનો ત્યાગ તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે. સંપૂર્ણ અહેરાત્ર સુધી મિથુનને ત્યાગ તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે. પા૫વ્યાપારનો ત્યાગ તે અવ્યાપારપૌષધ. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. કોઈ અમુક (રસોઈ નહિ કરવી, વેપાર નહિ કરે, કપડાં નહિ જોવાં વગેર રીતે) પાપવ્યાપારનો ત્યાગ તે દેશથી અવ્યાપાર પૌષધ છે. સર્વ પાપ વ્યાપારને ત્યાગ તે સર્વથી અવ્યાપાર પૌષધ છે.
જે દેશથી અવ્યાપાર પૌષધ કરે તે સામાયિક કરે અથવા ન પણ કરે. પણ જે સર્વથી અવ્યાપાર પૌષધ કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org