________________
: ૮૬ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા- ૨૬
માનસિક અશુભ વિચારોને રવાનું કઠીન હોવાથી દુપ્રણિધાન આદિથી સામાયિકનો ભંગ થાય. આથી સામાયિકભંગનું પ્રાયશ્ચિત આવે. આ રીતે સામાયિકનો ભંગ થાય અને પ્રાયશ્ચિત્ત લેવું પડે એના કરતાં સામાયિક ન લેવું એજ સારું છે.
ઉત્તર:- આ બરાબર નથી. કારણ કે સામાયિક દ્વિવિધત્રિવિધ લેવામાં આવે છે. એના છ પ્રત્યાખ્યાન થાય છે. તે આ પ્રમાણે – (૧) મનથી (સાવદ્યોગ) ન કરું, (૨) વચનથી ન કરું અને (૩) કાયાથી ન કરું એ ત્રણ અને મન, વચન અને કાયાથી ન કરાવું એ ત્રણે દુપ્રણિધાન આદિથી આ છમાંથી કોઈ એક વગેરે પ્રત્યાખ્યાનનો ભંગ થવા છતાં બાકીના પ્રત્યાખ્યાનને ભંગ ન થવાથી સામાચિકને તદ્દન અભાવ થતો નથી. તથા ભાવથી “મિચ્છામિ દુક્કડં” આપવાથી સઘળા અશુભ વિચારોની શુદ્ધિ થઈ જાય છે. સર્વવિરતિ સામાયિકમાં પણ મિચ્છામિ દુક્કડંથી સઘળા અશુભ વિચારોની શુદ્ધિ થઈ જાય છે. કારણ કે શાસ્ત્રોમાં ગુપ્તિના ભંગમાં મિચ્છામિ દુક્કડ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. કહ્યું છે કે જો સનિમિત્ત = સદના જુત્તર ઘ=“સમિતિ ગુપ્તિ આદિના ભંગરૂપ બીજે અતિચાર “મિચ્છામિ દુક્કડં રૂપ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે.” આથી સામાયિક લેવા કરતાં ન લેવું સારું એ બરોબર નથી. તથા અતિચારવાળા અનુષ્ઠાનથી પણ અભ્યાસ કરવાથી કાળે કરીને નિરતિચાર અનુષ્ઠાન થાય છે એમ પૂર્વાચાર્યો કહે છે. કહ્યું છે કે અભ્યાસોડા બાયઃ અમૃતગરમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org