________________
બ્રાહ્મણ પંડિત શ્રીધરે હેમચંદ્રની સ્તુતિ કરતાં કહ્યું છેઃ ‘ સાક્ષાત્ તીર્થંકરના શ્રીમુખથી ધમ મેધ શ્રવણુ કરનાર શ્રેણિક જે જીવરક્ષાને ન કરી શકો, તે જીવરક્ષાને આચાર્યના ઉપદેશ સાંભળીને કુમારપાળ, કોઈ પણ પ્રકારના કષ્ટ વિના, કરી શકયોતે આચાય શ્રી હેમચંદ્ર ખરેખર પરમગુરુ છે.'' આમ આર્યાવર્તીના ખીજા અશેકની અહિંસક રાજનીતિ ઘડવામાં આચાય હેમચંદ્રની અદ્ભુત અસર દેખાઈ આવે છે. આ નીતિના પરિણામે જ વમાનમાં પણ જગતમાં ગૂજરાત સૌથી વધારે અહિંસાપ્રધાન પ્રદેશ છે. એ જ અહિંસાની અસરને પરિણામે માને આજ ગૂજરાતમાં અહિંસાના અવતારરૂપ મહાત્મા ગાંધીના જન્મ થયેા છે. અહિંસાનું તેમનું સૂક્ષ્મતમ નિરૂપણુ માને આને જ આભારી છે.
આમ આચાર્ય હેમચંદ્રની સતામુખી સેવાએ તેમને સર્વસાધારણના ગુરુપદે સહેજે સ્થાપ્યા છે. શ્રી રસિકભાઈ એ તેમને ‘ગુજરાતના વિદ્યાચા ' કહીને સ્તબ્યા છે; જ્યારે શ્રી મુનશીના શબ્દમાં તે ‘ગૂજરાતના જ્યોતિર્’ છે,
૧. જુએ ‘રાષિ` કુમારપાળ' નામના લેખ, ભારતીય વિદ્યા, વર્ષ ૧, અંક ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org