________________
૨૧ જીવતી કરી હતી. રાજાને હિંસા પ્રત્યે અણગમે હોય, પોતે હિંસક યજ્ઞ વગેરેને ત્યાગ કર્યો હોય, ત્યારે તેની આજ્ઞામાં રહેનાર રાજાએ, સામંતે કે પ્રજાજનો પર પણ તેની અસર થાય અને તેઓ હિંસક કૃ છેડે એ સમજી શકાય એવી વાત છે. કુમારપાળ એક જૈનધર્મી રાજા હતે. આચાર્ય હેમે તેને “પરમહંત' કહીને સંબો છે. સમકાલીન અને પછીના પ્રબંધકારેએ પણ તેણે જેનધર્મ અંગીકાર કરીને શ્રાવકવ્રત સ્વીકાર્યાનું કહેલ છે. તેણે યમાં, દેવદેવીના બલિદાનાદિની ક્રિયાઓમાં કે ખાનપાન નિમિત્તે થતી જીવહિંસા બંધ કરવાની “અમારીષણ” લગભગ સમસ્ત આર્યાવત ઉપર પ્રસરેલ પિતાના સામ્રાજ્યમાં પ્રવર્તાવી. કુમારપાળના વખતના “અમારીષણને ઉલ્લેખ કરતાં કેટલાય શિલાલેખ અને તામ્રપત્રે અત્યારે ઉપલબ્ધ છે. મૃગયાને રિવાજા બંધ કરાવ્યું તેમ જ પશુ-પક્ષીઓની સાઠમારીની રમત પણ બંધ કરાવી. તેણે એવી આજ્ઞા કરી હતી કે
મારા રાજ્યમાં જે કંઈ પણ જીવહિંસા કરે, તે તેને ચેર અને વ્યભિચારી કરતાં પણ વધારે કડક શિક્ષા કરવી.”
વળી, તે વખતે મદ્યપાન તથા ધૃતકીડા ખૂબ પ્રચલિત હતાં. ઘતક્રીડાનું દુર્વ્યસન તો ખુદ મેટા મોટા રાજાઓ, રાજપુત્રો અને સામંતેમાંય દેખાતું હતું, પણ ન્યાય અને નીતિપરાયણ કુમારપાળે સખ્ત જાપ્તો રાખીને મદ્યપાન અને ધૂતકીડા સદંતર બંધ કરાવી લોકોની સુખાકારીમાં વૃદ્ધિ કરી.
અહિંસાને આદર્શ અમલ થતે જોઈને, તે વખતના
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org