________________
૧૫૪
યોગશાસ્ત્ર
લક્ષ્મણે તેને ખૂબ સમજાવી; તેણે કહ્યું : હું જરૂર પાછો આવીશ, તે બદલે તું કહે તે સોગંદ લઉં કે “જે હું ન આવું તે હિંસક માણનું પાપ મને લાગે.” વનમાળાને તેથી સંતોષ થયો નહિ. છેવટે તેણે કહ્યું કે તમે એવા સગંદ લે કે “જો હું પાછો ન આવું તે રાત્રિભોજન કરનારાઓનું પાપ મને લાગે.” લમણે એવા સોગંદ લીધા અને રજા લઈ ત્યાંથી આગળ વધ્યા. ચંદ્રાવત સક–૩-૮૩
સાકેતપુરનામના કોઈ એક નગરમાં ચંદ્રાવત સક નામનો ધર્મપરાયણ રાજા રહેતા હતા. એક વખતે તે રાજા રાત્રે સામાયિક લઈ બેઠે હતું, તે વખતે પાસેના દીવામાંનું તેલ લગભગ એકાદ પ્રહર ચાલશે એવું લાગવાથી તેણે એ અભિગ્રહ-સંકલ્પ કર્યો કે આ દીવો બળે ત્યાં સુધી હું ધર્મધ્યાનમાં લીન રહીશ. રાજા ધ્યાનમાં હતું તે વખતે દાસી આવી અને રાજાની ધર્મપરાયણતા જોઈ ખૂબ પ્રસન્ન થઈ તેથી રાજાને પોતાના ધ્યાનમાં બાધા ન પડે એ શુભાશયથી તેણે થોડું થોડું તેલ સવાર સુધી પૂર્યા કર્યું. રાજાનું શરીર આવા લાંબા ધ્યાનની ટેવ નહિ હોવાથી તૂટવા લાગ્યું, પણ તેમણે પોતાને દઢ સંક૯પ છોડ્યો નહિ. પરિણામ એ આવ્યું કે સવાર થતાં અસહ્ય શ્રમને કારણે રાજાનું અવસાન થયું. પરંતુ પોતાના વ્રતમાં સ્થિર રહેવા તેમણે જે ઉજજવલ પરિણામે સેવ્યાં તે કારણે અનેક સંચિત અશુભ કર્મોને ક્ષય કરી તે શુભ ગતિમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jaineljbrary.org