________________
પરિશિષ્ટ-૧
૧૫૩
રાજ્યના કારભાર અસાધારણ કુશળતાથી ચલાવતા હતા. તેમના બુદ્ધિવૈભવથી પ્રભાવિત થઈ શ્રેણિકે તેમને રાજ્ય સાંપવાની પોતાની ઇચ્છા જાહેર કરી. પરંતુ અભયકુમારે વિવેકપૂર્વક જણાવ્યું કે પેાતાની ઇચ્છા આત્માન્નતિ સાધવાની છે. આમ યુક્તિના ભ`ડાર અભયકુમારે રાજ્યના ભંડારને જતા કરી પેાતાના સતાષના ભડાર સાચવી રાખ્યા, અને પેાતાનું માકીનું જીવન આત્મસાધનામાં વિતાવ્યુ. આમ તેઓ વાસ્તવિક રાષિપણું પામ્યા.
પ્રકાશ ત્રીજે
વનમાળા અને લક્ષ્મણ-૩–૬૮
અચેાધ્યાના દશરથ રાજાને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા એમ ત્રણ રાણીએ હતી. તેમાં કૌશલ્યાથી રામ, કૈકેયીથી ભરત તથા શત્રુન્ન અને સુમિત્રાથી લક્ષ્મણ નામના પુત્ર થયા હતા. લક્ષ્મણ રામ સાથે વનમાં ગયા હતા. વનમાં જતાં રસ્તામાં તેઓ મહીધર રાજાની નગરી પાસે રાતવાસ રહ્યા હતા. તે વખતે લક્ષ્મણને મનથી વરી ચૂકેલી મહીધર રાજપુત્રી વનમાળા તેને નહિ મેળવી શકવાથી ગળે ફાંસ ખાવા જતી હતી, તેવામાં લક્ષ્મણે તેને બચાવી. વડીલ અંધુ રામની તથા મહીધર રાજાની અનુમતિથી બન્નેનું લગ્ન થયું. ત્યાં થાડા વખત રહ્યા પછી રામ વગેરેએ આગળ જવા રાજાની રજા લીધી. લક્ષ્મણ પણ વનમાળા પાસે રજા માગવા ગયેા, પણ વનમાળાએ રજા ન આપતાં સાથે આવવાનું કહ્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International