________________
પરિશિષ્ટ-૧
૧૫૧
રાવણે તેને ખૂબ ખૂબ સમજાવી, અનેક લાલચેા આપી, ઘણા ભય મતાન્યે, પણ સીતા વિચલિત થઈ નહિ; તેણે રામરટણ છેડયું નહિ. છેવટે રામે તેમના પત્તો મેળળ્યે, અને રાવણને મારી તેમને બંધનમુક્ત કર્યાં.
સગર—૨–૧૧૨
તે ચક્રવર્તી રાજા હતા. તેમની રાજધાની અચાધ્યા હતી. તેમને ૬૦૦૦૦ પુત્રા હતા, છતાં પણ તેમને અસÀાષ રહ્યા કરતા હતા. તે પુત્રાએ પિતાના દિવ્ય દંડની મદદથી અષ્ટાપદ પર્વત ફરતી ખાઈ ખાદી તેમાં ગંગા નદીનું પાણી વાળવાને કારણે નાગલોકના રાજાએ ગુસ્સે થઈ તેમને ખાળી નાખ્યા. સગર રાજા આ વિપરીત સમાચાર સાંભળી મહુ દુ:ખી થયા, અને પેાતાના પૌત્ર ભગીરથને ગાદીએ બેસાડયો, અને તેમણે શ્રી અજિતનાથ પાસે દીક્ષા લીધી.
કુચીકણું —૨-૧૨
મગધ દેશમાં આવેલા સુઘાષ નામના ગામમાં કુચિકણુ નામના એક ખેડૂત રહેતેા હતેા. તેને ગાયા ભેગી કરવાની અને તેમનાં દૂધ, દહીં, ઘી વગેરે ખાવાની કાઈ અપૂર્વ લાલસા હતી. તેથી તેા તેણે જુદા જુઢ્ઢા રૂપ, રંગ અને ઘાટની ૧૦૦૦૦૦ ગાયા ભેગી કરી હતી. છતાં તેના અસતેાષની સીમા બંધાઈ ન હતી. અંતે એ અસ તેાષમાં જ અજીણુ રોગથી પીડાઈને તે મરી ગયા, અને તિય ચચેનિમાં જનમ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org