________________
૧પ૦
ગશાસ્ત્ર સુદર્શનને કેદ કર્યો. તેને ફાંસીની સજા થઈ. પણ ફાંસી ઉપર ચડતાં ફાંસી સિંહાસનરૂપ બની ગઈ. સુદર્શનને જયજયકાર થઈ ગયા. રાણું ફસે ખાઈને મરી ગઈ. સુદર્શને પણ દીક્ષા અંગીકાર કરી. છતાં હજુ પરીક્ષા બાકી હોય તેમ તે એક દિવસ પાટલીપુત્ર નગરમાં ભિક્ષાર્થે ભ્રમણ કરતાં દેવદત્તા નામની ગણિકાને ત્યાં જઈ ચડ્યા. ગણિકા તેમના રૂપથી મોહિત થઈ ગઈ. તેમને બહબહુ વિનવ્યા પણ સુદર્શન પિતાના વ્રતથી ચલિત થયા નહિ. છેવટે દેવદત્તા થાકી અને તેમને જવા દીધા. આમ સુદર્શન શેઠે પોતાના જ દષ્ટાંતથી જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી, અને છેવટે પિતે મેક્ષે ગયા. કુબેર–૨–૧૦૨
પુરાણો કહે છે કે તે પુલત્સ્ય ઋષિના પુત્ર વિશ્રવાને પુત્ર હતું, તેથી તેને વૈશ્રવણ પણ કહેતા. તેની માતાનું નામ દેવવર્ણ હતું. તે ઉત્તરદિશાને અધિપતિ છે. તેનું નિવાસસ્થાન કૈલાસ છે. તે સર્વ સંપત્તિ અને ખજાનાને સ્વામી ગણાય છે. તેથી તેને “ધનપતિ' પણ કહે છે. સીતા–૨-૧૦૨ - જનક રાજાની પુત્રી અને રામચંદ્રની પત્ની સીતા પરમ સતી સ્ત્રી હતી. તેણે પણ પોતાના પતિ સાથે ૧૪ વર્ષને વનવાસ સ્વીકાર્યો હતો. તે કાળ દરમ્યાન તેઓ દક્ષિણમાં આવેલા દંડકારણ્યમાં પંચવટી આગળ આશ્રમ બાંધી રહેલાં હતાં. ત્યાંથી ચાલાકી વાપરી રાવણ તેમને ઉપાડી ગયો. લંકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org