________________
પિતે જ સ્વપજ્ઞ ટીકાઓ લખેલ છે એ સૌભાગ્યની વાત છે.
તેમના ગ્રંથે જોતાં જણાય છે કે તેમના લગભગ બધા ગ્રંથે તેમના સમય સુધીમાં પૂર્વ પ્રકાશિત તે તે વિષયના બધા ગ્રંથોના દેહનરૂપ હોય છે, એમ ખુશીથી કહી શકાય. તેથી એમના બધા ગ્રંથે તે તે વિષયના આકર ગ્રંથ છે. તેમની ભાષા ઘણી સરળ અને ધારાવાહી છે, તેમ જ વિષયેનું નિરૂપણું ઘણું જ વિશદ છે. વળી, તેમનું બધું લખાણ બહુ માપસર હોય છે. પં. સુખલાલજી આચાર્ય હેમચંદ્રના લેખનની મીમાંસા કરતાં જણાવે છે: “એમાં સંદેહ નથી કે જેન વાલ્મયમાં સંસ્કૃત ભાષાના પ્રવેશ પછી ઉત્તરોત્તર સંસ્કૃત ભાષાનું વૈશારા અને પ્રાંજલ લેખપાટવ વધતાં જ આવ્યાં છે, તથાપિ હેમચંદ્રનું લેખવશારદ ઓછામાં ઓછું જેનવાલ્મમાં તો મૂર્ધન્ય સ્થાન રાખે છે. વૈયાકરણ, આલંકારિક, કવિ અને કોશકારરૂપે હેમચંદ્રનું સ્થાન ન કેવળ સમગ્ર જૈન પરંપરામાં બલકે ભારતીય વિદ્વત્પરંપરામાં પણ અસાધારણ રહેલ છે.”
વિશાળ ગ્રંથરાશિની રચના અને તેને પ્રચાર કઈ જબરદસ્ત આશ્રય વિના અશક્ય જ રહે. પણ હેમચંદ્ર સિદ્ધરાજ અને કુમારપાળ જેવા મહાન સમ્રાટને પિતાની અસાધારણ પ્રતિભાથી આકર્ષ્યા હતા. સિદ્ધરાજની પણ એ ઝંખના હતી કે ગુજરાતનું વિદ્યાધન વધારીને તેને પ્રથમ પંક્તિમાં મૂક્યું. માટે તે તેણે હેમચંદ્રને વ્યાકરણ વગેરે ગ્રંથો રચવા વીનવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org