________________
યોગશાસ
દીન, પીડિત, ભાત અને જીવિત યાચતાં પ્રાણીઓનાં ગરીબાઈ, પીડા, ભય અને જરા-મરણ દૂર થઈ તેમને શાશ્વત શાંતિ કયારે મળે એવી બુદ્ધિ તે કરુણા ભાવના કહેવાય છે. (૧૨૦)
૧૪
क्रूरकर्मसु निःशङ्कं देवतागुरुनिन्दिषु ।
आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १२१ ॥ નિઃશંકપણે ક્રૂર કર્યાં કરનારા, દેવગુરુની નિંદા કરનારા તથા આત્મશ્લાઘા કરનારા લેકે પ્રત્યે ઉપેક્ષામુદ્ધિ તે માધ્યસ્થ્યભાવના કહેવાય છે. (૧૨૧)
आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संघते विशुद्धध्यान संततिम् ॥ १२२ ॥
આ ભાવનાએ વડે આત્માને ભાવિત કરતા રહેનાર બુદ્ધિમાન પુરુષ તૂટેલ વિશુદ્ધ ધ્યાનપ્રવાહને પણ સાંધી શકે છે. (૧૨૨)
तीर्थं वा स्वस्थताहेतु यत्तद्वा ध्यानसिद्धये ।
कृतासनजयो योगी विविक्तं स्थानमाश्रयेत् ॥ १२३॥
આસનાના અભ્યાસી ચેાગી ધ્યાનની સિદ્ધિ અર્થે (તીર્થંકરાનાં જન્મસ્થાન, દીક્ષાસ્થાન, જ્ઞાનસ્થાન કે નિર્વાણસ્થાનમાં કેાઈ ) તીર્થં સ્થાન અથવા (સ્ત્રી, પશુ, નપુંસક વગેરે વિનાનું ગુાદિ જેવું) સ્વાસ્થ્ય સાચવી રાખનારુ એકાંત સ્થાન પસંદ કરે. (૧૨૩) વિવિધ આસનેનું વર્ણન पर्यङ्कवीरवज्राब्जभद्रदण्डासनानि च ।
उत्कटिका गोदोहिका कायोत्सर्गस्तथासनम् ॥ १२४॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org