SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ચતુર્થ પ્રકાશ જે અંતર્મુહૂર્તથી વધારે ધ્યાન લંબાય તે તે ધ્યાનાન્તર સમજવું (કારણ કે એક જ વિષય–આલંબન ઉપરનું ધ્યાન અંતર્મુહૂર્તથી વધારે ટકી શકતું નથી.) (એ રીતે) એક વિષય ઉપરથી બીજા, ત્રીજા કે ચેથા વગેરે વિષય ઉપર ધ્યાન ફર્યા કરે તે ધ્યાનપ્રવાહ લંબાવી શકાય. (૧૧૬) मैत्री प्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धय॑ध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥११७॥ ધર્મધ્યાનને પ્રવાહ ચાલુ રાખવા માટે મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યચ્ય એ ચાર ભાવનાઓને આત્મામાં જોડવી, કારણ કે તેમનું જોડાણ, તૂટતા ધ્યાન માટે રસાયન રૂપ છે. (૧૧૭) मा कार्षीत् कोऽपि पापानि मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥११८॥ કઈ પ્રાણ પાપ ન કરે, કઈ દુઃખી ન થાઓ, આખું જગત મુક્ત થાઓ –આવી બુદ્ધિ તે મૈત્રીભાવના કહેવાય છે. (૧૧૮) अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥११९॥ જેમના સર્વે દે દૂર થઈ ગયા છે, અને જેઓ. વસ્તુસ્વરૂપને જોતા રહે છે તેવા સાધુઓના ગુણે વિષે જે પક્ષપાત તે પ્રમેદભાવના છે. (૧૧૯) दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ॥१२०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy