________________
૧૪
લેકીન અને તેના ઉપર “સ્વાદુવાદરત્નાકર” નામની મોટી ટીકાના રચનાર, દિગંબર વાદી કુમુદચંદ્ર અને ભાગવતધમાં મહામતિ દેવબોધ આદિ અનેક વાદીઓના વિજેતા તથા
વાદિવેતાલ” શાંતિસૂરિના પ્રશિષ્ય વાદી દેવસૂરિ, સાંખ્યવાદી “સિંહના વિજેતા “વીરાચાર્ય મહાચારિત્ર્યવાન માલધારી હેમચંદ્ર, “ગણરત્નમહોદધિ ના કર્તા વર્ધમાનસૂરિ આદિ વિદ્વાને ગૂજરાત અને રાજસભાને શોભાવી રહ્યા હતા.
આમ ગૂજરાતની રાજકીય, આર્થિક, સાહિત્યિક અને ધાર્મિક જાહોજલાલીને મધ્યાહ્ન કાળ એ આચાર્ય હેમચંદ્રને કાળ હતે. આવા ઉત્કૃષ્ટ વિકાસકાળમાં જન્મ થ એ ખરેખર સદ્દભાગ્ય છે, પણ સાથે સાથે તેમાં અગ્ર સ્થાને આવવું એ એટલું જ અઘરું કામ છે. આચાર્ય હેમચંદ્ર એવું અઘરું કામ પણ કુશળતાપૂર્વક પૂરું કર્યું એ એમની અસાધારણ શક્તિને જ આભારી છે.
સાહિત્યકાર, એક વખત જ્યારે સિદ્ધરાજ માળવાને જીતી લીધા પછી ત્યાંને પુસ્તકભંડાર તપાસતે હતું ત્યારે તેણે ભેજરાજાનું વ્યાકરણ જોયું. તેને પણ પોતાના નામનું વ્યાકરણ બનાવવાનું મન થઈ આવ્યું. પાછા ફરી તેમણે હેમચંદ્રાચાર્યને એક સરળ અને સંપૂર્ણ વ્યાકરણ તૈયાર કરવા વિનંતી કરી. હેમચંદ્રે તેની વિનંતીને ધ્યાનમાં લઈ વ્યાકરણ રચવાનું સ્વીકાર્યું. આમ આચાર્ય હેમચંદ્રની સાહિત્યિક પ્રવૃત્તિ શરૂ થતી જણાય છે. તે સમયે વિદ્યાના ધામ સમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org