________________
વાણિજ્યશ્રી, સાહિત્યશ્રી અને રાજ્યશ્રી ઉત્તરોત્તર વૃદ્ધિ પામી રહી હતી. તેમાં ચૌલુક્ય રાજાઓના સમયમાં અને તેમાં પણ સમર્થ સમ્રાટ સિદ્ધરાજ અને અશેક સમા અહિંસક રાજા કુમારપાળના વખતમાં તે ગૂજરાતની ગુણગાથા સમસ્ત ભારતવર્ષમાં ગવાઈ રહી હતી. અનેક ગ્રામ અને નગરમાંથી માણસે વેપારાર્થે અહીં આવી વસતા હતા.
વળી, ગૂજરાત વિદ્વાનોનું કેન્દ્રસ્થાન પણ ક્યારનુંય થઈ ચૂકયું હતું. સિદ્ધરાજના પિતામહ ભીમદેવ પહેલાએ પોતાના દિર્ધદષ્ટિ અને સર્વધર્મસમભાવી પુરોહિત સેમેશ્વરની સલાહથી શૈવાચાર્ય જ્ઞાનદેવને તેમ જ સુવિહિત જેનેને આશ્રય આપીને ગૂજરાતની શોભા વધારી હતી. તેના જ સમયમાં “કવીન્દ્ર” અને “વાદિચકી એવા વિશેષણોથી વિભૂ ષિત તકશાસ્ત્રના પ્રૌઢ અધ્યાપક શ્રી શાંતિસૂરિએ માલવરાજ લેજના આમંત્રણને માન આપી ત્યાં જઈને તેની રાજસભાના ૮૪ વાદીઓ ઉપર વિજય મેળવી ગુજરાતની વાદસરસાઈ સાબિત કરી હતી. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની તેમની ટીકા આજે પણ પિતાનું અદ્વિતીય સ્થાન સાચવી રહી છે.
ભીમદેવના ઉત્તરાધિકારી કર્ણદેવે પણ કાશ્મીરી કવિ બિલ્હણને રાજ્યાશ્રય આપ્યું હતું. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ આ સમયને શેભાવી રહ્યા હતા.
આમ સતત વધુ વેગથી વહી રહેલે જ્ઞાનપ્રવાહ સિદ્ધરાજના સમયમાં આષાઢી ગંગાપ્રવાહની માફક માઝા મૂકી ભારતભરમાં પ્રસરી ગયે. મહાકવિ શ્રીપાળ તથા કાશ્મીરી મહાપંડિત અને મહાવૈયાકરણ “ઉત્સાહ’, ‘પ્રમાણુનયતત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org