________________
૪૭
જિનશાસનરત્ન કરવા તમારા આગેવાને વગેરેએ પૂરા પ્રયત્ન કરવાના રહેશે. - પૂ. આચાર્ય શ્રી સાદાઈથી સાદડી પધાર્યા. વ્યાખ્યાન સમયે બધા હાજર હતા. અરોના માજી ધારાસભ્યશ્રી ફૂલચંદજી બાફણાએ જણાવ્યું કે, આપણા સદભાગ્યે પૂ. આચાર્યશ્રી પધાર્યા છે. પૂ. ગુરુ ભગવંત આચાર્યશ્રી વિજયવલ્લભ સૂરિજી સંપ અને સંગઠનની ભાવનાને પ્રતિષ્ઠિત કરવા પુરુષાર્થ કરતા હતા. લેકે આ ઝગડાથી તંગ આવી ગયા છે. એકતા ઝંખે છે. ગેડવાડ સમાજમાં કલેશ ચાલુ રહે એ શોચનીય બીના ગણાય. આ અવસરે આચાર્ય મહારાજે સમાધાન માટેની ભાવના દર્શાવી છે, ત્યારે બન્ને પક્ષના આગેવાને સહર્ષ આગળ આવે તેવી હું ભારપૂર્વક વિનંતિ કરું છું. ધાર્મિક શિક્ષણ શિબિરના સંનિષ્ઠ કાર્યકર ભાઈશ્રી કુમારપાળ શાહે હૃદયસ્પર્શી વાણીમાં જણાવ્યું કે, આપણે જૈનદર્શનના અનેકાંતવાદના સિદ્ધાંતને ભૂલી ગયા છીએ-આપણે કલેશથી સંઘસમાજ-શાસનને કેટલું બધું નુકસાન કરી રહ્યા છીએ– હઠાગ્રહ છેડી શાંતિ ને સંપની ભાવનાથી સૌનું કલ્યાણ થશે. પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં અને પવિત્ર ભૂમિમાં તમે સૌ એકત્ર થયા છે તે કુસંપનું નિવારણ કરે જ કરો. - સાધ્વીશ્રી નિર્મળાશ્રીજીએ પૂનાના ચાતુર્માસની વાત કરતાં જણાવ્યું કે, પૂ. આચાર્યશ્રી મુંબઈથી પૂના પધારતા હતા, પણ ત્યાં જાણ્યું કે સંઘમાં આપસ આપસમાં ઝગડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org