________________
જિનશાસનરત્ન બિરાજમાન પૂ. આચાર્ય શ્રી વિજય માનતુંગસૂરિ આદિ મહારાજે સાથે મિલન થતાં પરસ્પર સુખશાંતા પૂછી હતી.
સાગરગચ્છના ઉપાશ્રયે પૂ. આચાર્યશ્રી પધાર્યા ત્યારે પાટણના વતની મુંબઈ જૈન સમાજના જાણીતા યુવાન કાર્યકર શ્રી રસિકલાલ ભોગીલાલ ઝવેરીએ સભાનું સંચાલન કર્યું હતું.
તેમણે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે, યુગદ્રષ્ટા ગુરુદેવના પગલે પગલે સમાજને ધર્મનાં ઉત્કર્ષના કાર્યો આગળ ને આગળ ધપાવતાં અને પિતાની મજલ સતત ચાલુ રાખતાં પૂ. આચાર્યશ્રી પાટણને આંગણે પધારતાં આજે આપણા સૌ આનંદને લહાવે માણી રહ્યા છીએ. જાણે કોઈ પાવનકારી પગલાં પાટણના પ્રાંગણમાં થઈ રહ્યા છે અને તેનો ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય તેમ સમગ્ર જૈન સમાજ અને જૈનેતરભાઈએમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે.
શ્રી સવાઈલાલભાઈએ પિતાની આગવી શૈલીમાં જણાવ્યું કે પૂ. આચાર્યશ્રી આમ કલ્યાણની સાથે સાથે જૈન સમાજના ઉત્કર્ષ અને ક૯યાણ માટે રચનાત્મક કાર્ય કરી રહ્યા છે, તેમ જ શિક્ષણ સંસ્થાઓના વિકાસ માટે પણ ધ્યાન આપી રહ્યા છે. પૂ. આગમ પ્રભાકર મુનિરત્નશ્રી પૂણ્ય વિજયજી મહારાજે જ્ઞાન ભંડારોના ઉદ્ધાર સાથે આગમના સંશોધનનું જે કામ ઉપાડયું હતું તે તેઓશ્રીના નિધનથી અધૂરું રહ્યું છે. તે મુનિરત્નને પાટણ પર ભારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org