________________
શ્રી જિનશાસનરત્ન પંજાબને કર્મભૂમિ બનાવી પંજાબના જૈન-જૈનેતરોને નવું જીવનદર્શન આપ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીને જૈન સમાજે પૂરેપૂરો લાભ ઉઠાવવું જોઈએ. આવા સમયે વારંવાર આવતા નથી. ભગવાન મહાવીરને અહિંસાને સંદેશ જગતનાં ચેકમાં મૂકવાને આ સોનેરી અવસર છે. કલકત્તાથી પધારેલા શ્રી ઋષભચંદજી ડાગાએ પૂ. ગુરુદેવના જીવન અને કાર્ય ઉપર વેધક પ્રકાશ પાડ્યો હતે.
પૂ. મુનિશ્રી ચંદ્રોદય વિજયજી એ ગુણાનુવાદ કરતાં જણાવેલ કે ધર્મક્ષેત્રમાં શ્રી વિજયવલ્લભ અને રાજકીય ક્ષેત્રમાં શ્રી વલ્લભભાઈ પટેલ અને કાન્તિકારી ડગલું ભરનાર મહાનુભાવે હતા. સાધુસમુદાયમાં ખાદીની પહેલ કરી સ્વદેશીની ભાવનાએ ગુરુવારે જાગૃત કરી હતી.
લાઉડસ્પીકર વાપરવાની છૂટ દ્વારા કાંતિકારી દેરવણી આપી હતી. ધર્મક્ષેત્રમાં અને શિક્ષણક્ષેત્રમાં પૂ. ગુરુદેવે કાંતિકારી શરૂઆત કરીને જૈન સમાજને જાગ્રત કર્યા હતા. આપણુ ચરિત્રનાયક પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે સમીક્ષા કરતાં જૈન સમાજના સમુત્કર્ષ માટે ઘગશપૂર્વક કાર્ય કરવા, ગુરુદેવનાં અધૂરાં રવપ્ન પૂરાં કરવા ને અહિંસામૂર્તિ જગતવત્સલ ભગવાન મહાવીરને નિર્વાણ મહોત્સવ શાનદાર રીતે જગતભરમાં ઉજવવા અને અહિંસાને ગગનભેદી સંદેશ રાષ્ટ્ર રાષ્ટ્ર અને પ્રજાએ પ્રજામાં પહોંચાડવા કાર્ય કરવા અનુરોધ કર્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org