________________
જિનશાસનરને ભાદરવા વદ ૧૧ તા. ૨૨–૯–૭૩ના રોજ ગુરુદેવના ગુણાનુવાદની સભા નિમિત્તે પૂ. ગુરુદેવના ફેટા સાથે ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યું હતું. જાની શેરીના પટાગણમાં બંધાવેલ ભવ્ય મંડપમાં સભા યોજવામાં આવી હતી. મંગલાચરણ બાદ શ્રી વલ્લભ મહિલા સમાજની બાળાઓએ સ્વાગતગીત તથા શ્રી કાન્તિલાલભાઈની ગુરુસ્તુતિ પછી પન્યાસ શ્રી જયાનંદવિજયજીના પ્રારંભિક પ્રવચનથી આજની સભાની શરૂઆત થઈ હતી. -
શ્રી આમવલ્લભ સેવા મંડળ-સાદડીના મુંબઈ શાખાના સ્વયંસેવકે એ ગુરુભક્તિનું ગીત રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા.
- આચાર્યશ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજે યુગવીર આચાર્યશ્રીના ગુણાનુવાદ કરવા સાથે ઉપદેશામૃતનું પાન કરાયું હતું.
વડેદરા શહેરના મેયર શ્રી લલિતભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે શ્રી વિજયવલ્લભસૂરિજી આ ભૂમિમાં જમ્યા તેનું અમને ગૌરવ છે. આવા સંતના આશીર્વાદથી ભારત દેશ દુનિયામાં આગવી પ્રતિભા જાળવી રહેલ છે. શ્રી પ્રદ્યુમ્નકુમાર વકીલે કેળવણી અને ધાર્મિક સંસ્કારોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતે.
અનન્ય ગુરુભક્ત શ્રી કુલચંદભાઈ શામજીભાઈ મુંબઈથી ખાસ પધારેલા અને તેમણે જૈન સમાજમાં એકતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org