________________
૫. પુણ્યતિથિની ભવ્ય ઉજવણી
મ
આપણા ચરિત્રનાયક શ્રી શાંતમૂર્તિ આચાર્ય શ્રી " વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળ સાધુસ,ધ્વીની નિશ્રામાં વડાદરામાં યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગાણુ પુણ્યતિથિ પ્રસંગે તેમ જ પર્યુષણુપ માં થયેલ મહાન તપશ્ચર્યા નિમિત્તે શ્રી દાદા પાર્શ્વનાથજી દહેરાસરમાં અઠ્ઠાઈ મહેશસવ સહિત બૃહત્ સિદ્ધચક્રપૂજન શ્રીસધ તરફથી ચેાજવામાં આવ્યું હતું.
આ સિદ્ધચક્રપૂજનમાં તા. ૧૭-૯-૭૩ થી તા. ૨૪-૯-૭૩ સુધી હરહંમેશ વિવિધ પૂજા ભણાવવામાં આવી હતી. ૨૧-૯-૭૩ના રેજ બૃહત્ સિદ્ધચક્રપૂજન પૂ. સાધુસાધ્વીની તપશ્ચર્યાના ઉપલક્ષમાં ડભેઈનગરનિવાસી શ્રી મફતલાલભાઈ તથા તેમની મંડળીએ કરાવ્યું હતું.
૨૨-૯-૭૩ના રોજ શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયથી જૂસ નીકળ્યુ હતું તે લહેરીપુરા, જ્યુબિલી ખાગ, નવા બજાર થઈ ને દાદા પાર્શ્વનાથ મંદિરમાં પૂરું થયુ હતુ. આ પ્રસંગે જુદી જુદી સગીતમંડળીઓએ ભક્તિભજના તથા વિવિધ કાર્યક્રમ ચૈાજીને શ્રેતાઓને આનંદિત કર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org