________________
જિનશાસનના
શુભ નિશ્રામાં વડોદરામાં જાની શેરીના શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયમાં રવિવાર તા. ૧૬-૬-૭૩ ના રોજ સંક્રાતિ મોત્સવને કાર્યક્રમ જવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંજાબથી બે બસમાં ભાઈબહેને આવ્યાં હતાં. તેમ જ દિલ્હી, પૂના, મુંબઈ રાજસ્થાન, ઇંદોર વગેરે શહેરથી સંક્રાતિ પસંગે લગભગ ૨૫૦ જેટલા ભાઈબહેને આવ્યાં હતાં. આ પ્રસંગે આગ્રાથી પધારેલ ગુરુભક્ત વયેવૃદ્ધ શ્રી કપુરચંદજી જેને વડોદરાની પુણ્ય ભૂમિમાં પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજનું ગુરુમંદિર બનાવવા અપીલ કરી હતી. અને આચાર્યશ્રી આદિમુનિ ભગવાને પંજાબ તરફ વિહાર કરવા વિનંતિ કરી હતી.
સાથે શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પૂ. આચાર્યશ્રી વિજયકીર્તિ ચંદ્રસૂરીશ્વરજી મહારાજને પણ પંજાબની ભૂમિમાં પધારી જૈનધર્મને પ્રચાર કરવા હાર્દિક ભાવના વ્યક્ત કરી. આચાર્યશ્રી કીર્તિ ચંદ્ર સૂરીશ્વરજીએ ઉપકારી ગુરુદેવનું ગુરુદેવનું ગુરુમંદિર બનાવવા ભક્તોને અનુરોધ કર્યો હતે. સાથે પંજાબ તરફ વિહાર કરવા તેઓના પૂ. ગુરુદેવની સંમતિ મેળવવા જણાવ્યું હતું.
શ્રી રામરતનજી કેચરે પૂ. ગુરુદેવે કરેલા ઉપકારની યાદ આપી જૈન સમાજની એકતા માટે તેમ જ ભગવાન મહાવીરની ૨૫૦૦મા નિર્વાણ મહત્સવની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે સંયુક્ત રીતે ઉજવવા અનુરોધ કર્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org