________________
જનશાસનરત્ન
બપોરના લગભગ દોઢ વાગ્યે સંક્રાન્તિ કાર્યક્રમ શરૂ થયું. આ શુભ અવસર પર સ્થાનકવાસી મુનિરાજ શ્રીકાંતિઋષિ મહારાજ તેમ જ બીજાં સાધ્વીઓ પણ પધાયાં હતાં. મુનિરાજ શ્રીકાંતિઋષિ મહારાજે માનવભવની દુર્લભતાના વિષય પર પ્રવચન કર્યું હતું. પન્યાસ શ્રીજયવિજયજીએ બડેલી પર કરેલા ઉપકારોનું સ્મરણ કરાવ્યું. બેડેલીનિવાસી શ્રી તારાચંદભાઈએ કહ્યું કે ગુરુદેવની કૃપાથી આજ ત્રણ લાખના ખર્ચે આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. સુંદર આશ્રમ તથા ધર્મશાળા પણ તૈયાર છે. વર્ધમાન જૈન આશ્રમ સુંદર રીતે ચાલી રહેલ છે. આત્માનંદ સભાના માનદ મંત્રી ગુરુભક્ત શ્રી રસિકલાલ કેરાએ કહ્યું કે સ્વર્ગસ્થ મુનિશ્રી જીનભદ્રવિજયજી મહારાજના ઉપકારોથી પરમાર ક્ષત્રિયમાં આચાર્ય વિજયેન્દ્રદિન્નસૂરિજી તથા ૮-૧૦ મુનિરને તૈયાર છે તે પરમાર ક્ષત્રિય ઉદ્ધારક સભાનું પણ ગૌરવ છે.
હોશિયારપુરનિવાસી શ્રી શાંતિલાલજી નાહરે કાંગડા તીર્થના ઈતિહાસ પર પ્રકાશ પાથરતાં કહ્યું કે કાંગડાના સરકારી કિલ્લામાં પ્રભુ ઋષભદેવની પ્રતિમા મળી આવી હતી. તેને હનુમાન માનીને લોકે તેના ઉપર સિંદૂર ચડાવતા રહ્યા તથા પૂજા કરતા રહ્યા. પછીથી પંજાબ કેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને તેને ખ્યાલ આવ્યે. તેઓ સમુદાયની સાથે ત્યાં ગયા અને સાબિત કર્યું કે આ પ્રતિમા ભગવાન બાષભદેવની છે. સરકારે બીજું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org