________________
જિનશાસનરત્ના
આ બન્ને પ્રતિમાઓ આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજની પ્રેરણાથી પ્રેરિત થઈને મુંબઈ નિવાસી શેઠશ્રી પિપટલાલ ભીખાભાઈ તથા શ્રી કેશુરચંદ રાઈચંદ ઝવેરીએ. બનાવરાવીને પિતાના હાથે સ્થાપિત કરી હતી.
પ્રતિષ્ઠાને સમયે સવારના ૧૮ અભિષેક કરવામાં આવ્યા હતા. બપોરના આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિ રચિત બ્રહ્મચર્ય પૂજા ભણાવવામાં આવી હતી. રાત્રિના ભક્તિગીતે થયાં હતાં.
વૈશાખ સુદ સાતમના રોજ ડેલીના મંદિરની વર્ષગાંઠ હોવાથી પૂજા ભણાવવામાં આવી હતી.
આ શુભ અવસર પર વર્ધમાન જૈન આશ્રમના ટ્રસ્ટી શેઠ રમણલાલ નગીનદાસ, શેઠ પોપટલાલ ભીખાભાઈ, શ્રી રૂપચંદ કેશરીચંદ, વડેદરાથી શ્રી રમણલાલ ચંદુલાલ શ્રી શાંતિલાલ ઝવેરી વગેરે આવ્યા હતા.
વૈશાખ સુદિ પહેલી તેરસના દિવસે સંક્રાતિ પર્વ હાવાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મુંબઈ વડોદરા, સુરત આદિ ગ્રામ, નગર તથા રાજ્યમાંથી મેટી સંખ્યામાં ભક્તજન આવી પહોંચ્યા હતા.
• આ દિવસે પન્યાસ શ્રીજયવિજયજી, મુનિ અમૃતવિજયજી, તપસ્વી મુનિ નયચંદ્રવિજ્યજી આદિ ધર્મપ્રચાર કરતાં કરતાં અહીં પધાર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org