________________
જિનશાસનરત્ન મહા સુદિ ૧૦ તા. ૨૧-૨-૭૩ સેમવારે બડેલી પધાર્યા. બોડેલીમાં આચાર્યશ્રીનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું. મંદિરમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમાનાં દર્શન કરીને આચાર્યશ્રી તથા મુનિમંડળ ઉપાશ્રયમાં પધાર્યા. અનેક ભક્તજનેએ આવીને આચાર્યશ્રીના દર્શનને લાભ લીધે. આચાર્યશ્રીએ બધા દર્શનાથીઓને ધર્મલાભ આપે. વાસક્ષેપ કર્યો. જનતાને આનંદ અનુપમ હતે.
આ પ્રસંગે આસપાસનાં ગામેથી ભજનમંડળીઓ અને લગભગ ૫૦૦ ભાઈબહેને દર્શનાર્થે આવ્યાં હતાં.
શાંનતલાવડીના સરપંચ, જે કબીરપંથી છે, તેઓએ જૈનધર્મને સ્વીકાર કર્યો.
ગુરુમૂર્તિપ્રતિષ્ઠા વૈશાખમાં હોવાથી આપણા ચરિત્રનાયક તથા આચાર્યશ્રી ઈન્દ્રન્નિસૂરિ આદિ બોડેલીનાં પ્રાયઃ ૨૦-૨૫ ગામમાં ફર્યા. ગામના દહેરાસરે, પાઠશાળા, ઉપાશ્રયે જોઈને આનંદ થયે. કેટલાક નવા જૈનધર્મમાં જોડાયા. લેકે સરળ પ્રકૃતિના અને ભક્તિભાવવાળા છે.
વૈશાખ સુદિ પાંચમી તા. ૭-પ-૭૩ ના રોજ શુભ મુહૂર્તમાં પરોપકારી ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રીમ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ તથા અજ્ઞાનતિમિરતરણ કલિકાલકલ્પતરુ, પંજાબકેશરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની મૂર્તિપ્રતિષ્ઠાને સમારેહુ આનંદપૂર્વક ઊજવાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org