________________
શ્રી આત્માનંદ જૈન સભા : મુંબઈ
સંસ્થાનો પરિચય પ્રાતઃસ્મરણીય પંજાબ કેસરી યુગવીર આચાર્ય પ્રવર શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી એક યુગદા, સર્વ કલ્યાણકારી ધર્મનાયક હતા, અગાઉથી પારખી કોઈપણ ભગીરથ કાર્યને પૂરું કરવાની તેઓશ્રીની શક્તિ, સુઝ અને ધગશ ખરેખર અદ્દભુત અને આદર્શ હતી. જૈન કુખે સુખી અને જૈન ધર્મ અને સંધ વધુ પ્રભાવશાળી બને, એ માટે આચાર્યપ્રવર સતત ચિંતા સેવતા અને સાથે સાથે અવિરત પુરૂષાર્થ પણ કરતા પરિણામે સમાજમાં અનેક સ્થળોએ કેળવણીની અને બીજી સેવા સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી.
શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈ પણ એ પરમ ઉપકારી આચાર્ય મહારાજની ભાવનાનું સમાજને મળેલું ફળ છે. આજથી ૪૪ વર્ષ પહેલાં વિ. સં. ૧૯૯૭ના ચૈત્ર સુદ ૧ ના રોજ આચાર્યશ્રી મહારાજની પ્રેરણાથી જૈન સમાજની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉન્નતિ થાય, તેમજ જૈન ધર્મને પ્રચાર કરી શકે એવાં સાહિત્ય પ્રકાશન જેવાં કાર્યો થતાં રહે એ દૃષ્ટિથી આ સભાની સ્થાપના કરવામાં આવી હતી. સભાની સ્થાપના થયા પછી જૈન મહાપુરૂષના ગુણાનુવાદ કરવા માટે, પ્રવચને જવાનું શરૂ કરેલ; અને એ કેમ આજે પણ જાળવી રાખેલ છે. વિ. સં. ૨૦૦૮માં શ્રાવકશ્રાવિકાના ઉત્કર્ષ માટે આચાર્યશ્રીએ પાંચ લાખનો નિધિ એકત્ર કરવા સમાજ પાસે ટહેલ નાખેલ, જેમાં શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સની સાથે આ સંસ્થાએ પણ જીવંત રસ લીધો હતે.
સાધાર્મિક બંધુઓને રાહત આપવા પસ ફંડ'ની જના વિ. સં. ૨૦૦૮થી આ સંસ્થાએ ચાલુ કરેલ છે. આ માટે મુંબઈ અને પરાંઓનાં દેરાસરમાં તથા વેપારી પેઢીઓમાં સાધાર્મિક સહાયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org