________________
શત શત અભિનંદન
શુકલા જેન B. A, B.ed.
અંબાલા શહેર
રોમરોમમાં ગુરુ-ભક્તિ અને શ્વાસ શ્વાસમાં ગુરુ-મિશનથી મૂર્તિ છે ઉત્કટ ભાવના આપના મહાન વ્યકિતત્વને આકર્ષક ગુણ છે. આપની ગુરુ-સેવા અને ધર્મનિષ્ઠાની અનેક આચાર્ય પ્રવરો અને મુનિ રાજોએ મુક્તકંઠથી પ્રશંસા કરી છે.
સામાજીક ક્ષેત્રમાં પણ આપની સેવાઓ અમર રહેશે. સમાજને જગાડવા માટે આપે કહેલું ‘વીર પુત્રો જાગે! ઉઠો, યુગની સાથે કદમ મીલાવો. રૂઢીઓ અને મિથ્યા ભ્રમનું નિવારણ કરે. લોહી પીતી કુપ્રથાઓ અને સંકુચિત માનસને ત્યાગ કરો. આપણા દુઃખી દુ:ખી ગરીબ ભાઈઓને ગળે લગાવે.
રાષ્ટ્રભાષા હિન્દી, હરિજન મંદિર પ્રવેશ, મધ નિષેધ, નારીશિક્ષા, વિધવા ઉત્કર્ષ સાધ્વીજીઓને સર્વાગીણ વિકાસ, તથા મધ્યમ વર્ગના કલ્યાણની ભાવનાના આપ સમર્થક રહ્યા. શાતિસ્થાપના, પ્રેમ વ્યવહાર, સામાજીક સંગઠન આદિ આપના કાર્યો ચિર સ્મરણીય બની રહેશે.
રાષ્ટ્રભાવનામાં ઓત પ્રેત થઈને ભારત ચીન યુદ્ધ સમયે આપે પીડિત ભાઈઓને માટે લોહી આપવાની ઘોષણા કરી હતી.
શત શત અભિનંદન–વાંદન
વ તક તેરી કાયા રહે શ્રી સંઘ પર તેરી છાયા રહે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org