________________
પંજાબના પ્રાણઘાટ શ્રી જ્ઞાનચંદ જૈન (માલેર કોટલા)
આચાર્યશ્રીને વિશ્વાસ છે કે સમાજને મધ્યમ વર્ગ સુખી હશે તો ધર્મ સુરક્ષિત રહેશે. આત્માનંદ જૈન મહા સભા ઉત્તર ભારત તથા શ્વેતાંબર જૈન કોન્ફરન્સ શ્રી મહાવીર જૈન વિદ્યાલય-ફાળના કૉલેજ આદિ સંસ્થાઓ પર આપના શુભ આશીર્વાદ વરસી રહે છે.
શાકાહાર, મધ-નિષેધપ્રચાર, પંજાબ સરકારની છાત્રોને ઈંડા આપવાની યોજનાને વિરોધ, મધ્યમ વર્ગની ઉન્નતિને માટે પ્રયત્ન વગેરે આપની સમાજ સેવાના મહત્ત્વના કાર્યો છે. આ સિવાય નવીન જિવા લયોના નિર્માણ, જિર્ણોદ્ધાર, અંજનશલાકા, ધાર્મિક સાહિત્ય સંપાદન તથા પ્રકાશન આદિ કાર્યો પણ આપ ઉસાહિત હૃદયથી કરી રહ્યા છે.
હસ્તિનાપુરનું નૂતન મંદિર, જમ્મુના નૂતન મંદિરની પ્રતિષ્ઠાનું શ્રેય પણ આપશ્રીને ફાળે જાય છે.
ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવ નિમિત્ત પંજાબના જુદા જુદા શહેરોમાં જે સ્મારકો થયા છે તે ભારતભરમાં સૌથી વિશેષ છે અને તેમાં પૂ. આચાર્યશ્રીની પ્રેરણાના પીયૂષ રહેલા છે.
આપશ્રી અનન્ય ગુરભકત, સમાજ સુધારક, શાસન–સેવક, શિક્ષા-પ્રચારક, દેશ ભક્ત, પરોપકારી, મંગળમૂર્તિ, પરમ વિનીત, પરમ શાંત, ક્રાનિતકારી, નિભીંક શત પંજાબના તો પ્રાણાધાર, કર્મનિષ્ઠ, દયાળુ, કૃપાળુ તથા તપોનિધિ પ્રસિદ્ધ.
જન નાયક જુગ જુગ જીવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org