________________
કરુણાની સાધના કરી નથી. અહિંસા અને કરુણા એક જ સિક્કાની બે બાજુ છે. આવા આક્ષેપને ઉત્તર જિનશાસનરત્ન શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીની જીવનપ્રભાને દર્શાવતા આ બે ગ્રંથો પૂર્ણપણે આપી શકે તેમ છે. અહિંસા અને અપરિગ્રહના પાલન માટે જેને જાગૃત કર્યા. સાધુ જીવનની શુદ્ધિ માટે સાવધ કર્યા. સાદવાસંઘના વિકાસ માટે અવિરત પ્રયત્નો કર્યા. જ્યાં વેદના અને વિખવાદ હતા, ત્યાં શાંતિ અને સમાધાન સ્થાપ્યા. જેનું દર્શન અનેકાંતનું હોય, તેના વ્યવહારમાંથી તો સમન્વય જ પ્રગટે ને !
આવા કરુણાસાગર માનવ યાતનાની ઉપેક્ષા કઈ રીતે કરી શકે ! કારમી ગરીબીમાં ખૂંપેલા જૈનોની દુર્દશા એમને બેચેન બનાવે જ. આથી જ આર્થિક રીતે ભીંસાઈને ઝુંપડપટ્ટીમાં રહેતા જેને માટે મહાવીરનગરની યોજના કરી. અનાથ અને નિરાધાર બાળકોને માટે બાળવિહારને વિચાર વહેતો મૂક્યો, જેનની અહિંસા એ વીરની અહિંસા છે. આથી જ ચીનના આક્રમણ સમયે તેઓએ પ્રેરક સંદેશ આપીને દેશ પરની વિપત્તિનાં વાદળો દૂર કરવા માટે સાવધ થવા કહ્યું. યાત્રા અને પ્રતિષ્ઠા દ્વારા જેમ ધર્મ પ્રવર્તનનું કાર્ય કર્યું, એ જ રીતે લોકસમૂહને માટે લોકકલ્યાણના પ્રવર્તનની પ્રવૃત્તિ આદરી. ગુરુદેવની જન્મભૂમિમાં “શ્રી વિજ્યવલ્લભ જેને હોસ્પિટલ” માટે નજરબાગમાં વિશાળ જગ્યા લીધી.
આ રીતે આચાર્યશ્રીની કલ્યાણયાત્રામાં કેટકેટલાં ધર્મ અને માનવતાના કાર્યોની મહેક અનુભવાય છે !
આ ગ્રંથના રચયિતા શ્રી ફુલચંદ હરિચંદ દોશી “મહુવાકર”ને ચરિત્ર નાયકની સર્વ પ્રવૃત્તિઓને આલેખવાને આ મહાપ્રયન સાચે જ પ્રશંસનીય છે. લાંબા વર્ણન કે નિરર્થક વિશેષણોની ભરમારને બદલે વેધક પ્રસંગો અને રસપ્રદ વિગતે આલેખીને વાચકની સમક્ષ ચરિત્ર નાયકનું બહુમુખી વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. પ્રસંગરચના એટલી ત્વરિત છે કે ચિત્ત સમક્ષ એક પછી એક બનાવ ગતિભેર પસાર થતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org