________________
કલ્યાણ મેાતીની મગલયાત્રા
પ્રજાસમૂહના સાત્ત્વિક ચારિત્ર્ય ઘડતર માટે જીવંત અને વાંત ચરિત્રાની જરૂર રહે છે. આજે જ્યારે માનવીય મૂલ્યની કટોકટી સર્જા ઈ છે, ત્યારે ઉન્નત આધ્યાત્મિક વિકાસ સાધનારી વ્યક્તિનાં દૃષ્ટાંત ખાળવા ઘણા કઠિન છે અને તેને શબ્દરૂપે સાકાર કરવા અતિ દુર્લભ છે.
પ્રસ્તુત ગ્રંથમાં જિનશાસનરત્ન શાંત મૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીની જીવન–પ્રભા આલેખાઇ છે. આમાં ‘જીવન-પ્રભા’ શબ્દની પાછળ સર્જકનું ઔચિત્ય પ્રગટ થાય છે. એમણે આ મહાજીવનના એકેએક કિરણે ચીવટથી એકત્રિત કરીને, સાત્ત્વિક પ્રભાના તેજપુંજ આપણને આપ્યો છે. યુગદૃષ્ટા આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજના જીવન ધ્યેય અને જીવન સંદેશ જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીના જીવન કાર્યોમાં સક્રિયરૂપે પ્રગટ થાય છે. એમનાં પ્રત્યેક કા ની પાછળ જે પ્રેરણા અને તમન્ના છુપાયેલાં છે એને ચરિત્ર આલેખક આબાદ કુશળતાથી હ્રદયવેધક પ્રસંગેામાં વણી શકયા છે.
જીવનનું જે સમગ્રતયા અને અખિલાઈથી દર્શન કરે છે, તેની દૃષ્ટિ સીમિત કે સંકુચિત રહેતી નથી. એમના સ્વભાવમાં સમતા પ્રગટે છે. એમની નજર સમન્વય પર રહે છે. એમનું દર્શન સર્વજનહિતકારી હાય છે અને એમનું કાર્યં સર્વજન સુખકારી હેાય છે.
સામાન્ય રીતે જૈનધર્મના ઉપાસકો પર અન્ય ધર્મી આરોપ મૂકે છે કે એમણે જેટલી અહિંસાની ઉપાસના કરી
Jain Education International
For Private & Personal Use Only
એવા
એટલી
www.jainelibrary.org