________________
જિનશાસનન
અનુગાચાર્ય વવૃદ્ધ પન્યાસશ્રી નેમવિજયજી મહારાજ, આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી રમણીકવિજયજી(પન્યાસ) મહારાજ, મુનિશ્રી ચંદનવિજયજી (પન્યાસ) મહારાજ, મુનિશ્રી દર્શનવિજયજી મહારાજ (પન્યાસ) આદિ મુનિવરોનું મિલન મધુર મધુર હતું. ખૂબ ઘર્મ સમાગમ રહ્યોઃ સન્તગેડીને લાભ મળે. મૈત્રીભાવનું વાતાવરણ પ્રસારિત થયું.
અહીં અમદાવાદથી ગુરુભક્ત ભાઈશ્રી બાબુલાલ મગનલાલ ટોગ્રાફર દર્થનાથે આવ્યા. તેમણે સમસ્ત મુનિરાજને એક સમૂહફેટે લીધે. આ અવસરે પાલીતાણથી વિહાર કરીને મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) તથા મુનિશ્રી શાન્તિવિજયજી અહીં આવીને આપને મળ્યા. અહીં સિનેરના ભાઈઓની વિનંતિને માન આપીને સિનેરમાં ચાતુર્માસ કરવાનો નિર્ણય થયે. નર્મદા નદીના તટ પર નિર્મિત શાન્ત વાતાવરણયુક્ત ઉપાશ્રયમાં જ્ઞાનધ્યાન તપની સાધના સુખશાંતિપૂર્વક થઈ. પૂજ્યપાદ આચાર્ય મહારાજના આશીર્વાદથી તથા ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી(આચાર્યની પ્રેરણાથી આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રગુરુએ અહીં સૂરિમંત્રની આરાધના શાતિપૂર્વક કરી.
ચાતુર્માસ પૂર્ણ કરીને શ્રી જગડિયા તીર્થના કાર્યકર્તા શેઠ નાથાલાલ મોતીલાલ આદિની વિનંતિને માન દઈને ગુરુવર પિતાના મુનિમંડળ સાથે સિનોરથી જગડિયા પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org