________________
જિનશાસનન
નાના સમુદ્ર છે. વળી મુનિશ્રી સુશીલકુમારજી સાથે તેમને સૌજન્ય પૂર્ણ સંબંધ છે. આ સિવાય જમ્મુ(કાશ્મીર)માં ગૃહસ્થાવાસમાં મળ્યા હતા અને તેમને તત્ત્વાર્થ સૂત્ર (હિન્દી) આપ્યું હતું તથા દિલ્હીના ચાતુર્માસમાં ઉભય મહાત્માઓનું ભાવભીનું મિલન થયું હતું.
ઉપાશ્રયનું પૂરું ઠેકાણું ન મળવાથી ગ્રીષ્મઋતુના પ્રચંડ તાપમાં સાથેના બે મુનિવરો પાછા ચાલ્યા ગયા. પણ બીજા મુનિરતન તે ભારે કષ્ટ સહન કરીને પણ ઉપાશ્રય શોધી કાઢવામાં સમર્થ થયાં અને મળવા માટે પહોંચી ગયાં. આ બને મુનિર સાથે આચાર્યશ્રીને ખૂબ સનેહપૂર્ણ વાર્તાલાપ થયે. શ્રી સમુદ્રસૂરિની સૌમ્ય મૂર્તિ તેમ જ સૌમ્ય આત્મા ગ૭ ને પંથની દીવાલને તોડી દે છે. તેઓ તે માનવતાના પૂજારી છે. વળી જેનેની એકતા માટે તે તેમને પરમ ઉલ્લાસ થાય છે.
આ મુનિરને સાથેનું મિલન મધુર મધુર હતું. અરસપરસ ભારે આનંદ થયો. અને ભક્તજનોને પણ આ મિલનથી ભારે સંતોષ અને આશ્ચર્ય થયું.
સુરતથી વિહાર કરીને ગુરુવર શામાનુગ્રામ ધર્મલાભ પ્રદાન કરતાં કરતાં વડેદરા પધાર્યા. અહીં આપશ્રીનું ભવ્ય સ્વાગત થયું. શ્રીકૃષ્ણના પ્રતિનિધિરૂપે આવેલ ઉદ્ધવનું જેવું સ્વાગત થયું હતું, શ્રી વલ્લભગુરુની સેવામૂર્તિનું પણ એવું જ ભવ્ય સ્વાગત થયું હતું. અહીં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org