________________
}}
જિનશાસનરત્ન
કચાં છું ? શરીરથી દૂર રહેવુ દૂર નથી ગણાતું. આત્મા તા સમીપ જ છે. ગુરુમહારાજની જ્યારે પણ આજ્ઞા હશે ત્યારે તીવ્ર વિહાર કરીને ચરણામાં પહેાંચી જઈશ. આપ સૌ વિશ્વાસ રાખેા.”
અહીંથી વિહાર કરી શ્રી સમુદ્રગુરુ સુરત પહેાંચ્યા. વડા ચૌટાના સંવેગી ઉપાશ્રયમાં સ્વાગતપૂર્વક પધાર્યાં. અહી' પૂ. આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ, શ્રી વિજયકસ્તુરસૂરિજી મહારાજ તથા શ્રી વિજયલાભસૂરિજી મહારાજની ભાવભીની ભેટ થઈ. બધા પારાવાર હુ માં નિમગ્ન થઈ ગયા. આચાય વિજયલાભસૂરિજીએ તે કહ્યું કે આ સમયે આપશ્રીની સેવાની ગુરુમહારાજને ઘણી આવશ્યકતા છે. આપણા ચરિત્રનાયકે સંક્ષિપ્તમાં ઉત્તર આપ્યા : “હું ગુરુદેવના દાસ છું. તેમનેા આદેશ ને હુકમ પાળવા જન્મ ધારણ કર્યાં છે.’’
આજે સાધુસમાજની શક્તિ છિન્નભિન્ન થતી જોવાય છે. રાગદ્વેષ વગેરેથી સાધુ પણ કયાં અલિપ્ત રહ્યા છે! હું જોઇ રહ્યો છું-પ્રત્યેક સાધુમાં-તેમાં હું આવી જાઉં છું-પ્રાચીન કાળના મહાપુરુષાનાં તેજ, ત્યાગ કે તપસ્યા ઓછાં થતાં માલૂમ પડે છે. આ વિષે ગ ંભીર વિચાર કરવામાં નહિ આવે તે સાધુજીવનને નિર્વાહ ભયમાં આવી પડશે.
વલ્લભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org