________________
જિનશાસનનરરનન.
સંઘની ઉન્નતિનો ઉપદેશ આપે કે એકતાથી પાલઘર ધર્મપાલકની કીર્તિ પ્રાપ્ત કરી શકશે. પન્યાસ (આચાર્ય) શ્રી દક્ષવિજયજી, મુનિશ્રી મહાનંદવિજયજી આદિ મુંબઈ તરફ વિહાર કરતા અહીં મળ્યા. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિહારમાર્ગને થાક મટી ગયો. સાચે સાધુસંગમ સર્વદા. સુખકર હોય છે.
પાલઘરથી બેરીસર થઈ દહાણુ પધાર્યા. અહીં સેવામૂર્તિ મુનિરાજશ્રી ગુલાબમુનિજી આદિ બિરાજમાન હતા. અતિમધુર મિલન થયું. ભવ્ય વાતાવરણ છાઈ ગયું. આપણું ચરિત્રનાયકની અધ્યક્ષતામાં શ્રી મહાવીર જયંતી. ઉત્સવને સમારંભ ઊજવાશે. સાહિત્યપ્રિય શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ ભગવાનના જીવન અને ઉપદેશ પર મહત્વપૂર્ણ ભાષણ કર્યું. તેમનાં સુપુત્રીએ પણ સ્વલિખિત નિબંધ વાંચે.
મુનિવરશ્રી પ્રકાશવિજયજી(આચાર્ય)એ ભગવાન મહાવીરની દીર્ઘ તપસ્યાનું વિવેચન કરતાં કહ્યું કે પ્રભુ આત્મકલ્યાણકારી તેમ જ વિપકારી અન્તિમ તીર્થંકર હતા. તેમનું ઉપમાન બીજે મળવું મુશ્કેલ છે.
આચાર્યશ્રી, મુનિશ્રી. પ્રકાશવિજયજી (આચાર્ય) તથા શ્રી ગુલાબમુનિએ બંધ પડેલી પાઠશાળાના ઉદ્દઘાટન. માટે ઉપદેશ આપે. ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવાને સંકલ્પ જાહેર કર્યો. ચમત્કાર થયો અને ગુલાબની સૌરભ પર છેવટે ભ્રમર મેહિત થયા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org