________________
૬૨
જિનશાસનન મધુર મિલન થયું. પન્યાસજી (આચાર્ય મહારાજના આગ્ર| હથી ગુરુવરનું અહીં ઉપદેશ-પ્રવચન થયું. ગુરુવારે પ્રવચનમાં
દર્શાવ્યું કે પંજાબકેસરી મહારાજ સાથે સ્વ. પૂ. આચાર્ય સમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજીને કે હૃદયને ભાવપૂર્ણ મધુર મધુર સંબંધ હતા. પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરિ, પૂ. આચાર્યશ્રી વિજયઉદયસૂરિજી, પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરિજી તેમ જ આચાર્યશ્રી વિજયલાવણ્યસૂરિજી આદિ સાથે સદૈવ કે મધુર સંબંધ હતે. અંતમાં ગુરુવર્યશ્રી વિજયવલલભસૂરીશ્વરજી મહારાજના મધ્યમવર્ગ સંબંધી તેમ જ જૈનસંઘના ઉત્કર્ષ માટેના સમગ્ર કાર્યક્રમને પરિચય આપે હતે.
શ્રી સમુદ્રસૂરિજી મહારાજ અંધેરીથી વિહાર કરીને મલાડ તથા બોરીવલી થઈને ચિત્ર સુદિ એકમના અગાશી તીર્થધામે પધાર્યા.
અહીં ચૈત્ર સુદિ એકમના દિવસે પૂ. દાદા ગુરુ ન્યાયામ્ભાનિધિ ૧૦૦૮ શ્રી વિજ્યાનન્દસૂરીશ્વરજી મહારાજને જન્મજયંતી ઉત્સવ ઊજવવામાં આવ્યો. મહુવાનિવાસી શ્રીયુત શેઠ હરખચંદ વીરચંદની તરફથી પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી તથા સાધમી વાત્સલ્ય થયું.
અહીં પંજાબી ભાઈ ગુરુભક્ત લાલા રતનચંદજી; શ્રી શાન્તિસ્વરૂપજી, લાલા વિલાયતીરામ, લાલા નાનકચંદજી આદિ દર્શનાર્થે આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org