________________
૬ ૦
જિનશાસનરત્ન
તેને માટે આચાર્ય સમુદ્રસૂરિને વિનંતી કરશે. પિતાના સ્વાથ્યનું ધ્યાન રાખશે. વિહાર શાન્તિથી ધીરે ધીરે કરશે. એકબીજાની સેવા–સહાયતા માટે તત્પર રહેશે. સાવધાનીથી આહાર–પાણી કરશે. આચાર્યશ્રી સમુદ્રસૂરિજીની આજ્ઞાનું પરિપૂર્ણરૂપે પાલન કરશે. જ્યાં જ્યાં જાએ ત્યાં સંયમ, તપ અને શાન્તિથી રહેશે. પંજાબમાં પૂજ્ય ગુરુદેવનું નામ ઉજજવલ કરશે. નિરંતર આત્મકલ્યાણ અને સમાજના ઉત્કર્ષની ભાવના રાખશે. તમને બધાને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના મંગળ આશીર્વાદ છે.”
આ સુધાભરી વાણીથી શિષ્યગણ તરફ કૃપાદૃષ્ટિ કરીને ગુરુદેવે બધા શિષ્ય પર વાસક્ષેપ નાખે. આ દશ્ય ભારે ભાવપૂર્ણ હતું. જાણે વ્રજના બાલગોપાલ પિતાના કૃષ્ણથી વિમુક્ત થઈ રહ્યા છે. બધે શિષ્યસમુદાય આ વાત્સલ્યભાવ પ્રત્યે ખૂબ આનંદિત હતું અને અનુગ્રહીત હતા. આવા ગુરુદેવને પ્રાપ્ત કરવા માટે ગૌરવશાળી હતે. આપણા ચરિત્રનાયક તે હૃદય અને નેત્રેથી દ્રવિત થઈને ખરેખર અશ્વને સમુદ્ર બની રહ્યા હતા, કહી રહ્યા હતા કે આવા દયાળુ ગુરુ બીજે કયાં મળશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org