________________
પ
જિનશાસનરન
શ્રમણપરિવારથી સુસજ્જ થઈને પૂજ્ય ગુરુદેવની ભક્તિભાવપૂર્ણ વિદાય લઈને પાયધુનીના શ્રી મહાવીર સ્વામીના ઉપાશ્રયે આવી ગયા. સાચા શિષ્ય તે ગુરુચરણેામાં સર્વસ્વ ન્યાંછાવર કરીને પેતાને ધન્ય ધન્ય માને છે. ગુરુશિષ્યની ભિન્નતા મટી જાય છે. ભાવનાની એકાકારતા થઈ જાય છે ત્યારે જ પૂણ સાધુતાની પ્રતિષ્ઠા થાય છે.
આવી નિરભિમાનતા તથા એકાકારતા ધન્ય છે. પરન્તુ ગુરુદેવની પણ વાત્સલ્ય કાટિની ઉત્કૃષ્ટતા જોઈએ. આપણા ચરિત્રનાયક આચાય પરિવાર સાથે વિહાર કરવાવાળા હતા તે જ વેળાએ ગુરુમહારાજ પંજાખકેસરી શિષ્યવને ફરી ફરી કે વ્યમાગ નું સૂચન કરાવવાને માટે વાત્સલ્યની સરિતા વહેવડાવવા દૂરના કોટના ઉપાશ્રયથી વિહાર કરીને પાયની શ્રી મહાવીર સ્વામીના ઉપાશ્રયમાં પહેાંચી ગયા. આ આકસ્મિક ગુરુદનથી નૂતન આચાય મહારાજ તથા અન્ય શિષ્યગણ આશ્ચયથી ચકિત થઈ ગયા. વિનમ્રભાવથી પૂછ્યું : “ ગુરુદેવ ! આપશ્રીએ કાટના ઉપાશ્રયથી અહી સુધી પધારવાનુ કષ્ટ શા માટે લીધું ? આપશ્રીની કૃપાવત્સલતા તા અમારા બધા પર સદા. રહે જ છે. ગુરુદેવ ! આ અસમયે આપે શા માટે કષ્ટ લીધુ ?” ગુરુવરે દર્શાવ્યું, “શું આ અસહ્ય વિદાયની વેળાએ પણ હું ન આવું ? તમે અધા ગુરુભૂમિમાં જઈ રહ્યા છે. તમને ધન્ય છે!” ફ્રી માર્ગદર્શન આપતાં કહ્યુ, “જુએ, બધા પરસ્પર પ્રેમથી રહેશે. જે કાંઈ જરૂરિયાત હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org