________________
૧૭. આદેશને મંગળ આશીર્વાદ
શ્રી સમુદ્રસૂરિએ ગુરુદેવનાં ચરણોમાં પિતાનું શિર મૂક્યું. ગગદ ભાવે બેલ્યા, “કૃપાનાથ, હું તે આપને દાસ છું. આપના આદેશનું પાલન એ જ મારા જીવનની સાધના છે. આપનાં ચરણેની છાયા મારા જીવનની સંજીવની છે. પરંતુ વિગનું દુખ પણ વિષમ છે. આપની સેવાથી અધિક લાભ બીજે કયે મને મળવાને છે ?”
ગુરુદેવે કહ્યું, “વત્સ સમુદ્ર, કર્તવ્યપદ સદા કાંટાથી પરિપૂર્ણ હોય છે. શું હું મારી આ અસ્વસ્થ દશામાં તમને દૂર કરવા ઈચ્છું ખરે ! પરન્તુ કર્તવ્ય અને સંઘની સેવા સર્વોપરી છે. મારી પછી તમારે જ પંજાબ સંભાળવાને તે છે જ ને? પંજાબી ભકતને તમારા તરફ વિશેષ પ્રેમ પણ છે. એટલે મને કષ્ટ હોવા છતાં તમારું પંજાબ જવું કલ્યાણકારી છે. મારા મંગળ આશીર્વાદ તમારી સાથે છે. મારી સેવાની ચિંતા ન કરશે. તમે દૂર હોવા છતાં આત્માથી તે સર્વદા મારી પાસે જ છે. તમે તે પ્રતિપલ મારી સેવા કરી છે. મારે આત્મા તમારા જેવા શિષ્યથી અત્યંત પ્રસન્ન છે. પંજાબમાં રહીને તમે પૂ. દાદાગુરુજીના મિશનને પૂરું કરશે. એ પણ મારી સેવા જ છે ને !”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org