________________
૩ ૧૬. ગુરુ-શિષ્યની પ્રેમધારા
શ્રી પંજાબ કેસરી આચાર્યશ્રી ગુરુદેવ મધ્યમ વર્ગના હજારે ભાઈ એના ઉદ્ધારને માટે તેમ જ વિશ્વવિદ્યાલયની સ્થાપના તથા સમાજસંગઠનના પવિત્ર ઉદ્દેશને પૂર્ણ કરવા માટે મુંબઈ પધાર્યા હતા. પહેલાંના ચારે નવદીક્ષિતેની વડી દીક્ષાઓ ફાગણ સુદ પંચમીના રોજ કેટના ઉપાશ્રયમાં કરવામાં આવી. આચાર્ય ભગવાનની અધ્યક્ષતામાં નૂતન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજનાં કરકમલેથી વડી દીક્ષાવિધિવિધાન આનંદપૂર્વક થયું. મુનિ વિનીતવિજયને પૂ. આચાર્ય ભગવાનના શિષ્ય, મુનિશ્રી પદ્મવિજયજીને શ્રી પ્રકાશવિજયજી(આચાર્ય)ના શિષ્ય, મુનિ જિતવિજયજીને શ્રી જનકવિજયજી મહારાજના શિષ્ય, તથા મુનિ રત્નવિજયજીને શ્રી પ્રીતિવિજ્યજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા.
- પાંચ દિવસ સુધી વિવિધ પાંચ પૂજા વિધિવિધાનપૂર્વક ભણાવવામાં આવી. ભક્તિરસ વરસી રહ્યો. જાણે પાંચ મંગલાચારની વૃષ્ટિ થઈ. ઉલલાસની નદી કિનારાની સીમા તેડી વહેવા લાગી.
ગુરુદેવ આજે ગંભીર વિચારમાં મગ્ન હતા. મધ્યમ વર્ગના ભાઈ એના ઉદ્ધારને માટે પાંચ લાખનું ફંડ એકત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org