________________
જિનશાસનને
૪૯
ઉપદેશ-સંદેશ આપતાં દર્શાવ્યું કે “પંજાબના રાહબર (પથપ્રદર્શક નેતા) બનોશિર નમાવીને જેમ પ્રથમ વર્ષાને વૃક્ષે હર્ષપૂર્વક વધાવે છે તેમ નવીન આચાર્ય ગુરુ ભગવંતના આદેશને શિર પર ધારણ કરીને હૃદયમાં સ્થિરતાપૂર્વક ધારણ કર્યો.
આ રીતે આપણું ચરિત્રનાયક આચાર્યપદવીધર બન્યા. સમુદ્રસંજ્ઞા આજ સમુદ્રની અગાધતાને પ્રાપ્ત કરી ગઈ.
ગુણેના રત્નાકર પિતાની પ્રતિષ્ઠા તથા નમ્રતાથી સંઘના તટરૂપી સમૂહને સિંચિત કરતાં કરતાં પિતાનું સમુદ્ર નામ સાર્થક કરી રહ્યા છે. આ સમુદ્રને કિનારે કેટલાંયે ભક્તિભર્યા નાળિયેરરૂપી ભક્તજને આનંદ માણી રહ્યા છે. કેટલાં વાદળે આવી આવીને તેનું સુધાવારૂપી જળ ગ્રહણ કરતાં કરતાં સ્થાન સ્થાન પર વરસીને જૈન સંઘ રૂપી ધરાને શસ્ય શ્યામલા બનાવી રહેલ છે.
આ મનોરમ વાતાવરણમાં ચાર ચાંદ રૂપી એક શુભ અવસર બીજે પણ શેભી રહ્યો. મુનિશ્રી વિનીતવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી તથા મુનિશ્રી રતનવિજ્યજીની દીક્ષાનું સૌભાગ્ય પણ થાણાનગરીને પ્રાપ્ત થયું. નૂતન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ તથા ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયે (આચાર્યો, માલારેપણની ક્રિયા કરાવી.
થાણાનગરી પુણ્યભૂમિ ધન્ય ધન્ય બની ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org