________________
૪૬
જિનશાસનન
સ્ત્રીઓ અને પુરુષ, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ આદિ લગભગ એક લાખની માનવમેદની શ્રીસમુદ્રવિજય મહારાજની આચાર્યપદવીને ઉત્સવ માણવા આવી હતી. આ માનવમેદની વિશાલ ધર્મવાહિનીનું રૂપ ધારણ કરી રહી હતી.
ચક્રવત સમા સમ્રાટ પંજાબ કેસરી શ્રમણગણની સાથે ધર્મચક્રની રક્ષા કરતા કરતા વરઘોડાયાત્રાની પ્રતિષ્ઠા બેગણું વધારી રહ્યા હતા. બે માઈલના વિસ્તારમાં ચાલતી ઉત્સવયાત્રાને જોઈને વૃદ્ધ પુરુષે કહી રહ્યા હતા કે થાણા હવે ભારતવર્ષમાં પ્રસિદ્ધ થઈ જશે. આવી વિસ્તૃત ઉત્સવયાત્રા અમે આ થાણુનગરીમાં કદી પહેલાં જોઈ નથી.
માલાપણુ તથા આચાર્યપદ મહોત્સવને માટે આત્મવલ્લભ નગર નિર્માણ કરવામાં આવ્યું હતું. મુંબઈ અને ઉપનગરેથી રેલગાડી, બસ, મેટર અને પગે ચાલીને જનતાને સમૂહ ઊમટી આવી રહ્યો હતો. જાણે જનતારૂપી નદીએ આજે સમુદ્રને મળવા ચાલી નીકળી છે.
સભામંડપ ખૂબ શણગારવામાં આવ્યું હતું. આચાર્ય ભગવાન મંડપમાં પધાર્યા. જયનાદોથી ગગન ગુંજી ઊઠયું. આચાર્યપદપ્રદાનની ક્રિયા શુભ મુહૂર્ત પ્રારંભ થઈ. ગુરુદેવે આશીર્વાદ આપ્યા અને આચાર્યપદની ઘોષણા કરવામાં આવી. આકાશમાં ઊમટી આવેલ વાદળોએ ગંભીર ગર્જના કરી. જાણે દેવતાઓએ પણ આ ઘોષણામાં સંમતિ પ્રદાન કરી. ઉપસ્થિત જનમેદનીએ નવીન આચાર્યશ્રીના નામને જયજયકાર કરીને મંડપને ગજાવી મૂક્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org