________________
બે બેલ
જિનશાસનરતન શાંતમૂતિ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને જીવનપરિચય લખવાની મારી ઇચ્છા હતી, તેવામાં મારા વિદ્વાન કવિરત્ન મિત્ર છે. રામકુમાર જેન અમ.એ. એ હિન્દીમાં “જીવન ઔર વિમર્ષ ” નામથી પ્રકાશિત કરેલ તે વાંચતાં વાંચતાં હું પ્રભાવિત થયે. પૂ. આચાર્યશ્રીના જીવનપ્રસંગે, ચાતુમાસે, ધર્મભાવના ભાઈશ્રી રામકુમારે સુંદર રીતે આલેખ્યા છે.
આ જીવનપરિચય ગુજરાતીમાં આલેખવાની મને ભાવના હતી તેથી મેં પૂજ્ય આચાર્ય મહારાજની તે માટે આજ્ઞા માગી. મારા તરફની અપાર મમતાને લીધે તેઓએ સંમતિ આપી. મને ખૂબ હર્ષ થયે. * ભાઈશ્રી રામકુમારે ઈન્દોર સુધીની વિગતે લખી છે. પણ એ પછીના દિલ્હીનું ભવ્યસ્વાગત, મહાવીર નિર્વાણ મહોત્સવ, આચાર્યશ્રીને ૮૪ જન્મસમારોહ, લુધિયાણ, હોશિયારપુર આદિમાં થયેલા અનેક ધર્મ પ્રભાવના, અભિનંદનપત્રો, પ્રતિષ્ઠાઓ, સ્મરણાંજલિ અને પ્રેરક પત્રોની સામગ્રી વિપુલ પ્રમાણમાં અને વ્યવસ્થિત રૂપમાં મને જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થતી રહી. ૫૦૦ પાનાં થવાની ધારણુ હતી પણ ૧૦૦૦ ઉપર પાન થવાની શક્યતા હોવાથી એ ભાગ કરવાની ફરજ પડી છે. પ્રથમ ભાગમાં વડોદરા સુધીની વિગતે અને ૨૫ જેટલા પ્રેરણાદાયી ફેટાઓ મૂક્યા છે.
આ જીવનપરિચયને રસપ્રદ, સુંદર અને સમૃદ્ધ બનાવવા યથાશક્તિ પ્રયાસ કરી પુણ્યશાળી ધનાયકની હૃદયસ્પર્શી કથાને ગુજરાતી વાચકે સમક્ષ મૂકવાનો અને પ્રયત્ન કર્યો છે. - આ જીવનપ્રભા લખવાની કાચી સામગ્રીરૂપ માહિતી અગાઉ મેં જણાવેલ તેમ છે. રામકુમાર જેને લખેલ "જીવન ઔર વિમર્શ નામે હિંદી પુસ્તકમાંથી મળી છે.
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org