________________
જિનશાસનન લાભ પ્રાપ્ત થાય તે અહીં પણકર્મરૂપી ચેરને બદી બનાવી શકાશે. સમુદ્રવિજય તે ચાળીસ ચાળીસ વર્ષથી મારી અવિરત સેવા કરી રહેલ છે. મારી બીમારીમાં પણ આ સુગ્ય શિષ્ય મારી અનુપમ સેવા કરી છે. મારો આત્મા તેમના પ્રત્યે પૂર્ણ સન્તુષ્ટ છે. પંજાબ, ગુજરાત, મારવાડના શ્રીસંઘેએ અનેકવાર આ માટે વિનંતિ કરી છે પણ શાસનદેવની કૃપાથી તમારી નગરીનું ભાગ્ય જાગ્યું છે અને તમારી સૌની મંગલ કામના અવશ્ય પૂર્ણ થશે. સમુદ્ર બધી રીતે આચાર્યપદને માટે યોગ્ય પાત્ર છે.” ગુરુદેવે આજ્ઞા આપી. થાણાના આગેવાનોને આનંદ થયે.
ધર્મથી ધન ઉત્પન્ન થાય છે. ધર્મથી સુખ થાય છે. ધર્મથી મનુષ્ય બધુંય પ્રાપ્ત કરી શકે છે. ધર્મ જ જગતને સા૨ છે.
આ ધર્મના મુખ્ય પ્રહરી આ પંચમકાળમાં આચાર્ય મહારાજ છે. તે આત્મા કેટલા પુણ્યશાલી છે, જે આ પદને પ્રાપ્ત કરે છે. ચોર્યાસી લાખ જીવનમાં મનુષ્ય-- ભવ અતિ દુર્લભ છે. મનુષ્યભવ પામીને પણ સંયમપ્રાપ્તિની દશા અતિ દુર્લભ છે. સંયમપ્રાપ્તિ પછી નિરતિચાર ચારિત્ર્યપાલન અતિદુર્લભ છે. નિરતિચાર ચારિત્ર્ય પછી પણ પન્યાસ, ઉપાધ્યાય, આચાર્યપદપ્રાપ્તિ અતિદુર્લભ છે. કારણ કે અરિહંત ભગવાનની અનુપસ્થિતિમાં આચાર્ય મહારાજ ચતુર્વિધ સંઘના નાયક તથા ધર્મના સમર્થ સંરક્ષક છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org