________________
૪૦
જિનશાસનરત્ન
શ્રી સમુદ્રની અગાધ ગુણગરિમાને કારણે પંજાબકેસરી ગુરુદેવને આભા ઉલાસપૂર્ણ ભાવનાઓથી સભર રહેતો હતો. ઉલ્લાસની અસીમતાએ હૃદયસરિતામાં પૂર રેલાવ્યાં. હર્ષ હૃદયમાં ન સમાચે. પૂજ્ય હર્ષગુરુના શિષ્ય, પૂજ્ય આત્મગુરુના કૃપાપાત્ર વલ્લભ ગુરુ આમિક હર્ષની અભિવ્યક્તિની ક્ષણોમાં વિવશ બની ગયા. અને વડોદરામાં શ્રીસંઘના આબાલવૃદ્ધના આનંદ-ઉત્સાહ વચ્ચે ખૂબ ધૂમધામપૂર્વક શ્રી સમુદ્રગુરુ તથા શ્રી પૂર્ણાનંદ ગુરુને ઉપાધ્યાય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આનંદની લહેર લહેરાશું. જયઘોષથી ગગન ગુંજી રહ્યું. વિ. સં. ૨૦૦૮ના ફાગણ સુદ દશમી તિથિ ધન્ય બની ગઈ. પંજાબ કેસરી યુગપ્રધાન આચાર્યપ્રવરની જન્મભૂમિ વડેદરાના શ્રીસંઘે આ લાભ લીધે અને બન્ને ઉપાધ્યાને હજારે લેકે એ વધાવ્યા. ગુરુદેવ આચાર્ય ભગવંતને ખૂબ સુતેષ થશે. અને ઉપાધ્યાયેએ ગુરુદેવના ચરણમાં પોતાનાં શિર ઝુકાવ્યાં ત્યારે દશ્ય હૃદયંગમ બની ગયું.
વડોદરાની ચમત્કારપૂર્ણતાને કારણે આજ તે એ બને આચાર્યો એક જ ઉદ્દેશની સાધનામાં અવિરત સંલગ્ન છે. ગામેગામ, દેશદેશ અને સંસ્થાએ સંસ્થાએ એ પ્રાણપ્યારા ગુરુ ભગવંતને સમાજકલ્યાણ-શિક્ષણપ્રચાર અને સાહિત્યપ્રસાર તથા અક્યને સંદેશ સંભળાવી રહ્યા છે અને ગુરુ વલ્લભની વિજયપતાકા ફેલાવી રહ્યા છે. ધન્ય ગુરુદેવધન્ય શિષ્ય ! ધન્ય ત્યાગ ! ધન્ય સંદેશ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org