________________
જિનશાસનન શ્રી લલિતગુરુ પણ શ્રી સમુદ્રવિજય પ્રત્યે સર્વદા વાત્સત્યપૂર્ણ રહ્યા.
તેમની દઢ આસ્થાયુક્ત સેવાભાવની તેઓશ્રી સર્વદા પ્રશંસા કરતા હતા. આ તરફ શ્રી સમુદ્રગુરુ કેવળ ગુરુચરણ સેવી સૌમ્ય શ્રમણ માત્ર નહતા. ગુરુદેવને પત્રવ્યવહાર તેમ જ અન્ય સચિવને ચગ્ય કાર્યો દ્વારા જૈન સંઘની વ્યવસ્થા તેમ જ શાસન–રથનાં ચક્રોમાં ધરી સમાન સ. પરી સહાયક રૂપમાં વિદ્યમાન રહ્યા. આ પદવીથી સેવામૃતિ મુનિશ્રી સમુદ્રવિજય ખરેખર રત્નાકર બની ગયા.
ખુદા કે પરમાત્માએ તે સૌને એકસરખા બનાવ્યા છે. હિંદુ ચોટલીવાળા નથી જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા હોતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેવા સંસ્કાર અને જેવા જેવા આચાર તેવા રંગ ચડે છે. આત્મા તો બધામાં એક જ છે. બધા મોક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધાએ હળીમળીને રહેવું જોઈએ. એકના દુઃખે દુઃખી અને એકના સુખે સુખી. ખુદાના બંદા થવું હોય તે તમામ પ્રાણીને પણ આપણા સમાન ગણવા જોઈએ. સબ ભાઈ ભાઈ એ આપણે સૌ કદી ન ભૂલીએ.
– વલભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org